मनोरंजन
કરણ જોહર વધુ એક ફેમિલી ડ્રામાની વેતરણમાં, ખુદ દિગ્દર્શન કરશે | Karan Johar to direct yet another family drama in the works Vetraan

![]()
– કભી ખુશી કભી ગમ ટાઈપની ફિલ્મ હશે
– બે હિરો અને બે હિરોઈન હશે, આજકાલમાં કાસ્ટિંગ જાહેર થવાની અટકળો
મુંબઈ: કરણ જોહર વધુ એક ફેમિલી ડ્રામા બનાવવાની તૈયારી કરી રહ્યો છે.
આ ફિલ્મનું દિગ્દર્શન પણ તે ખુદ કરવાનો છે એમ કહેવાય છે.
ઈન્ડસ્ટ્રી વર્તુળોમાં ચર્ચા અનુસાર આ ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ જેવો જ સબ્જેક્ટ ધરાવતી ફિલ્મ હોઈ શકે છે. તેમાં બે હિરો અને બે હિરોઈન હશે. કરણ આજકાલમાં જ કાસ્ટિંગની જાહેરાત કરી શકે છે.
કરણ જોહરે ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઈનલ કરી દીધી છે. હાલ પ્રિ પ્રોડક્શન ચાલી રહ્યું છે.
મોટાભાગે આવતા ત્રણથી ચાર મહિનામાં ફિલ્મનું શૂટિંગ શરુ કરી દેવાની પણ તેની ગણતરી છે.



