રશ્મિકા અને વિજયે નવું વર્ષ રોમમાં સાથે મનાવ્યું | Rashmika and Vijay Deverakonda celebrated New Year together in Rome

![]()
– વિજયની તસવીરોમાં રશ્મિકાની ઝલક દેખાઈ
– બંને આગામી ફેબ્રુઆરીમાં લગ્ન કરી રહ્યાંની અટકળો, સત્તાવાર ઘોષણાની રાહ
મુંબઈ : રશ્મિકા મંદાના છેલ્લા કેટલાય દિવસોથી રોમમાં હોવાનું તેની સોશિયલ મીડિયા તસવીરો પરથી સ્પષ્ટ થયું હતું. જોકે, હવે વિજય દેવરકોંડાએ સાથે મૂકેલી તસવીરો પરથી ફલિત થયું છે કે રશ્મિકા અને વિજય હાલ સાથે જ છે અને બંનેએ રોમમાં નવું વર્ષ સાથે મનાવ્યું છે.
બંનેએ તેઓ સાથે હોય તેવી કોઈ તસવીર શેર કરી નથી. પરંતુ, વિજય દેવરકોંડાએ શેર કરેલી તસવીરમાં રશ્મિકાની ઝલક દેખાઈ હોવાનું ચાહકોએ પકડી પાડયું હતું. એકતસવીરમાં રશ્મિતા મંદાના વિજયના ખભા પર હાથ મૂકીને ઉભી હોય તેવું દેખાય છે. રશ્મિકા અને વિજય જ્યારે જ્યારે પણ સાથે વેકેશન પર ગયા છે ત્યારે આવી જ રીતે અલગ-અલગ તસવીરો મૂકે છે પરંતુ તેની સાથે જ તેઓ એવા અનેક સંકેતો આપે છે જેના પરથી તેઓ સાથે હોય તેની જાણ થઈ જાય.
રશ્મિકા અને વિજય આગામી ફેબ્રુઆરીમાં લગ્ન કરી રહ્યાં છે. જોકે, હજુ સુધી તેમણે આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.



