गुजरात

વડોદરાના મકરપુરાની સાઈ દર્શન સોસાયટીમાં અનેક લોકોને કરડનાર શેરી કૂતરાને રેસ્ક્યુ કરાયું | street dog that had bitten several people was rescued from Makarpura Vadodara



Vadodara Dog Rescue : વડોદરા મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ સાંઈ દર્શન સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી અનેક સ્થાનિકોને કરડવા સહિત પાછળ દોડતા શેરી કૂતરાને પાલિકાની એનિમલ રેસ્ક્યુ ટીમ પકડી જતા સ્થાનિકોએ હાશકારો લીધો હતો. 

ઉલ્લેખનીય છે કે શહેરના છેવાડે મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ આવેલી શાહી દર્શન સોસાયટીમાં અનેક શેરી કુતરા રખડે છે જે પૈકીનું એક સફેદ કૂતરું સ્થાનિકોને છેલ્લા છ મહિનાથી હેરાન પરેશાન કરતું હતું અને કેટલાય લોકોની અને વાહનોની પાછળ દોડતું પણ હતુ. આ શેરી કુતરાનો અનેક લોકો ભોગવ્યા હતા. આ કૂતરું કેટલાયને પણ હતું. છેલ્લા એક અઠવાડિયા થી આ સફેદ કૂતરાનો ખૂબ ત્રાસ વધી ગયો હતો. આ અંગે સ્થાનિક કાર્યકરની મદદથી પાલિકાની એનિમલ રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરાયો હતો. ત્યારબાદ આવેલી એનિમલ રેસ્ક્યુ ટીમે આ સફેદ શેરી કૂતરાને પકડીને લઈ ગયા હતા. જ્યારે સ્થાનિકોનું કહેવું છે કે આ કૂતરાની યોગ્ય ટ્રીટમેન્ટ કર્યા બાદ આ વિસ્તારમાં ફરી પરત મૂકી નહીં જવા અપીલ કરી હતી.



Source link

Related Articles

Back to top button