राष्ट्रीय

પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાને ગર્લફ્રેન્ડ અવિવા સાથે કરી સગાઈ, જાણો કોણ છે વાડ્રા પરિવારની દુલ્હન | priyanka gandhi robert vadra son raihan vadra engaged with girlfriend aviva beg


Priyanka Gandhi’s Son Raihan Vadra Engaged: કોંગ્રેસના મહાસચિવ અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા અને બિઝનેસમેન રોબર્ટ વાડ્રાના ઘરે ટૂંક સમયમાં લગ્નનો પ્રસંગ આવવાનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના પુત્ર રેહાન વાડ્રાની સગાઈ દિલ્હીની રહેવાસી અવિવા બેગ સાથે થઈ ગઈ છે.

સાત વર્ષના સંબંધો પર સત્તાવાર મહોર

મળતી માહિતી મુજબ, રેહાન વાડ્રા અને અવિવા બેગ છેલ્લા સાત વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તાજેતરમાં જ રેહાને અવિવાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, જેનો અવિવાએ સ્વીકાર કર્યો છે. આ સંબંધમાં બંને પરિવારોએ પણ પોતાની સહમતી આપી દીધી છે. અવિવા બેગ અને તેમનો પરિવાર લાંબા સમયથી દિલ્હીમાં જ રહે છે.

પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાને ગર્લફ્રેન્ડ અવિવા સાથે કરી સગાઈ, જાણો કોણ છે વાડ્રા પરિવારની દુલ્હન 2 - image

દિલ્હી, દેહરાદૂન અને લંડનમાં કર્યો છે અભ્યાસ

24 વર્ષીય રેહાન વાડ્રા વિઝ્યુઅલ અને ઈન્સ્ટોલેશન આર્ટિસ્ટ તરીકે પોતાની ઓળખ ધરાવે છે. તેમણે ‘ડાર્ક પરસેપ્શન’ નામે પોતાનું સોલો એક્ઝિબિશન પણ યોજ્યું છે અને તેમને પ્રકૃતિની ફોટોગ્રાફી તેમજ પ્રવાસનો અત્યંત શોખ છે.

કલા જગત અને ફોટોગ્રાફી પ્રત્યે વિશેષ લગાવ રાખતા રેહાન સામાન્ય રીતે રાજકીય ગતિવિધિઓ અને લાઈમલાઈટથી દૂર રહે છે. દિલ્હીમાં શાળાકીય શિક્ષણ મેળવ્યા બાદ તેમણે દેહરાદૂન અને લંડનથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. રેહાન જાહેર મંચો પર બહુ ઓછા સક્રિય રહેતા હોવાથી, તેઓ આગામી સમયમાં સક્રિય રાજકારણમાં જોડાશે કે કેમ તે બાબતે અત્યારે માત્ર અટકળો જ ચાલી રહી છે.

લગ્ન ક્યારે થશે?

જોકે લગ્નની તારીખ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. બંને પરિવારો પોતાની સુવિધા અને પરસ્પર સંમતિથી લગ્નની તારીખ નક્કી કરશે તેમ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના: અલ્મોડામાં બસ ખીણમાં ખાબકતાં 7ના મોત, અનેક ઈજાગ્રસ્ત

કેટલી સંપત્તિના માલિક છે રોબર્ટ વાડ્રા?

પ્રિયંકા ગાંધીએ વાયનાડ પેટાચૂંટણીના સોગંદનામામાં તેમના પતિ રોબર્ટ વાડ્રાની આર્થિક વિગતો જાહેર કરી હતી, જે મુજબ તેમની કુલ સંપત્તિ આશરે ₹65.54 કરોડ હોવાનું સામે આવ્યું છે. આ મિલકતમાં ₹37.9 કરોડની જંગમ અને ₹27.64 કરોડની સ્થાવર મિલકતનો સમાવેશ થાય છે, જ્યારે તેમના નામે આશરે ₹10 કરોડનું દેવું પણ નોંધાયેલું છે. રોકડ વ્યવહારની વાત કરીએ તો, રોબર્ટ વાડ્રા પાસે ₹2.18 લાખની રોકડ રકમ છે અને વિવિધ બેન્ક ખાતાઓમાં અંદાજે ₹50 લાખ જેટલું બેલેન્સ જમા છે.

પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાને ગર્લફ્રેન્ડ અવિવા સાથે કરી સગાઈ, જાણો કોણ છે વાડ્રા પરિવારની દુલ્હન 3 - image

વ્યવસાય અને લક્ઝરી શોખ

રોબર્ટ વાડ્રા એક સફળ બિઝનેસમેન છે. તેમની કંપની ‘આર્ટએક્સ એક્સપોર્ટ્સ’ હેન્ડીક્રાફ્ટ આઈટમ્સ અને કસ્ટમ જ્વેલરીનો વ્યવસાય કરે છે. આ ઉપરાંત તેઓ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ એક્ટીવ છે. તેમને મોંઘી કાર અને બાઈકનો ભારે શોખ છે. તેમની પાસે ₹53 લાખની કિંમતની ટોયોટા લેન્ડ ક્રૂઝર સહિત કુલ ત્રણ વાહનો છે.


પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાને ગર્લફ્રેન્ડ અવિવા સાથે કરી સગાઈ, જાણો કોણ છે વાડ્રા પરિવારની દુલ્હન 4 - image



Source link

Related Articles

Back to top button