मनोरंजन

ટીવી સિરિયલની અભિનેત્રીએ જીવન ટૂંકાવ્યું! મરજી વિરુદ્ધ લગ્નના કારણે ડિપ્રેશનમાં હોવાની આશંકા | Nandini cm kannada and tamil tv actor dies by suicide in bengaluru



Nandini CM Suicide: કન્નડ અને તમિલ ટીવી અભિનેત્રી નંદિની સીએમએ બેંગલુરુમાં આત્મહત્યા કરી લીધી છે. અભિનેત્રી પીજીમાં રહેતી હતી અને તેણે પીજીમાં જ આત્મહત્યા કરી લીધી છે.  પ્રાથમિક તપાસમાં તેમના પીજીમાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં તેમણે આત્મહત્યા કરવા પાછળનું કારણ જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી એક તમિલ સિરિયલમાં લીડ રોલ પ્લે કરી રહી હતી. તેના મૃત્યુના સમાચારથી તેમના ચાહકો શોકમાં ડૂબી ગયા છે. બીજી તરફ અભિનેત્રીના નિધનના સમાચારથી કન્નડ અને તમિલ ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો છે. 

આત્મહત્યાનું કારણ

એક અહેવાલ પ્રમાણે નંદિનીએ પોતાની સુસાઈડ નોટમાં જણાવ્યું લખ્યું છે કે, ‘મારો પરિવાર તેના પર મરજી વિરુદ્ધ લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો હતો, પરંતુ હું માનસિક રીતે તૈયાર નહોતી.  હું અન્ય પર્સનલ કારણોસર ડિપ્રેશનથી પીડાઈ રહી હતી.’ જોકે તેના મૃત્યુના ચોક્કસ કારણ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ.

પોલીસ અધિકારીનું નિવેદન

એક પોલીસ અધિકારીએ આ મામલે જણાવ્યું કે, ‘તપાસ આગળ વધશે તેમ વધુ વિગતો શેર કરવામાં આવશે. પરિવારના સભ્યો અને નજીકના સંબંધીઓના નિવેદનો હાલમાં રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે.’ પોલીસ એ સમજવાનો પ્રયાસ કરી રહી છે કે, નંદિનીએ કઈ પરિસ્થિતિઓમાં આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો. 

આ પણ વાંચો: સલમાન ખાનની ફિલ્મથી ચીન પરેશાન! ‘બેટલ ઑફ ગલવાન’ના ટીઝર અંગે કહ્યું- આ સત્ય નથી

કોણ છે નંદિની?

નંદિનીના અચાનક નિધનથી કન્નડ અને તમિલ ટીવી ઈન્ડસ્ટ્રીમાં તેના સાથીદારો અને ચાહકો ખૂબ જ દુઃખી છે. તે તમિલ સિરિયલ ‘ગૌરી’માં લીડ રોલ પ્લે કરી રહી હતી. તે સીરિયલમાં ડબલ રોલ પ્લે કરી રહી હતી અને ધીમે-ધીમે ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવી રહી હતી. 



Source link

Related Articles

Back to top button