સોફ્ટવેર એન્જિનિયર્સની 100 વ્યક્તિઓની ટીમ ઘટીને 20ની બનશે | The team of 100 software engineers will be reduced to 20

![]()
– ગૂગલ ડીપમાઈન્ડના કો-ફાઉન્ડર શેન લેગનું નિવેદન
– સૌથી વધુ જોખમ સોફ્ટવેર એન્જિનિયરિંગ, કોડિંગ, મેથ્સ અને લેંગવેજ પ્રોસેસિંગ જેવી નોકરીઓ પર
કેલિફોર્નિયા : કોરોનાકાળ બાદ વર્ક-ફ્રોમ હોમનું કલ્ચર ઊભું થયું હતું. ઘણા જાણકારો કહી રહ્યાં હતાં કે, વર્ક-ફ્રોમ હોમ હવેથી કાયમી ટ્રેન્ડ બનશે. પરંતુ, ગૂગલ ડીપમાઈન્ડના કો-ફાઉન્ડર શેન લેગના મતે, એઆઈને કારણે વર્ક-ફ્રોમ હોમ અને રિમોટ જોબ્સ કાયમી ધોરણે સમાપ્ત થશે. કંપનીઓ એવી નોકરીઓ ઘટાડશે જેમાં દૂર કમ્પ્યુટર પર બેઠેલા વ્યક્તિ પાસે કંપનીની પ્રાઈવેટ જાણકારીઓ હશે. સોફ્ટવેર એન્જિનિયરિંગ, કોડિંગ, મેથ્સ અને લેન્ગવેજ પ્રોસેસિંગની નોકરીઓ પર સૌથી વધુ જોખમમાં છે.
એક ઈન્ટરવ્યુમાં શેન લેગે જણાવ્યું કે, એઆઈ માણસોને એવા કામોમાં પાછળ છોડી દેશે જેમાં, માનસિક શ્રમનો ઉપયોગ થશે. હાલમાં ૧૦૦ વ્યક્તિઓની સોફ્ટવેર એન્જિનિયરિંગ ટીમ એઆઈને કારણે ઘટીને માત્ર ૨૦ સભ્યોની થઈ શકે છે કારણ કે, એઆઈ મોટાભાગના કામમાં માણસો કરતા પણ વધુ નિપુણ બનશે.તેમણે કહ્યું કે, ઘણા વ્યક્તિઓ એઆઈને અવગણી રહ્યાં છે જે સમય જતાં મોટી ભૂલ સાબિત થશે. એઆઈને કારણે પડકારોથી ભરેલો પણ સુવર્ણ યુગ આવશે. એક ઈ ન્ટરવ્યુ દરમિયાન ઈલોન મસ્કે આપેલા નિવેદન પર શેન લેગે મહોર લગાવી હતી. ઉલ્લેખનીય છે કે, મસ્કે કહ્યું હતું કે, એઆઈને કારણે નોકરીઓ વૈકલ્પિક બનશે. તે સમયે ઘણા દેશોની સરકારો યુનિવર્સલ ટ્રાન્સફરના માધ્યમથી અનેક નાગરિકોના ખાતામાં સીધા રોકડા ટ્રાન્સફર કરાવશે.


