गुजरात

સાયલા, ચુડા, લીંબડી તાલુકામાંથી રૂ. 60 લાખની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 60 lakhs caught from Sayla Chuda Limbdi talukas



– પીજીવીસીએલની ‘કોર્પોરેટ ડ્રાઈવ’ અંતર્ગત

– 42 ટીમોએ 470 વીજ જોડાણ તપાસ્યા, 109 માં ગેરરીતિ : સાયલા-ડોળીયા પંથકમાં સૌથી વધુ 31 લાખની ચોરી પકડાઈ

સાયલા : પીજીવીસીએલની ‘કોર્પોરેટ ડ્રાઈવ’ અંતર્ગત સાયલા, ચુડા, લીંબડી તાલુકામાંથી રૂ.૬૦ લાખની વીજ ચોરી ઝડપાઈ છે. પીજીવીસીએલની ૪૨ ટીમોએ ૪૭૦ વીજ જોડાણ તપાસ્યા જેમાં ૧૦૯માં ગેરરીતિ ઝડપાઇ હતી. ચેકિંગ દરમિયાન સાયલા-ડોળીયા પંથકમાં સૌથી વધુ ૩૧ લાખની ચોરી પકડાઈ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, ચુડા અને લીંબડી તાલુકામાં પીજીવીસીએલ દ્વારા વહેલી સવારથી જ ‘કોર્પોરેટ ડ્રાઈવ’ અંતર્ગત વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી માટે ૪૨ જેટલી ટીમો મેદાનમાં ઉતારાઈ હતી, જેણે ઘર વપરાશ, કોમશયલ અને ખેતીવાડીના કુલ ૪૭૦ વીજ જોડાણોનું ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન ૧૦૯ વીજ જોડાણોમાં ગેરરીતિ પકડાતા તંત્ર દ્વારા કુલ ૬૦ લાખ રૂપિયાના દંડકીય બિલ ફટકારવામાં આવ્યા હતા.

આ મેગા ડ્રાઈવ દરમિયાન સાયલા શહેર, મદારગઢ, નવા સુદામડા અને ડોળીયા કચેરી હેઠળના ગ્રામ્ય વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી હતી. માત્ર સાયલા અને ડોળીયા ડિવિઝન હેઠળ જ ૩૧ લાખ રૂપિયાની વીજચોરી પકડાતા વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પીજીવીસીએલની કાર્યવાહીને પગલે ગેરકાયદેસર વીજ જોડાણ ધરાવતા તત્વોમાં દોડધામ મચી ગઈ હતી. આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ ચાલુ રાખવાની તંત્રએ ચીમકી આપી છે.



Source link

Related Articles

Back to top button