मनोरंजन

‘ધુરંધર’ ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ બની, માત્ર 22 દિવસમાં જવાન, છાવા અને એનિમલને પછાડી | Ranveer Singhs Dhurandhar is now highest grossing Bollywood film in India



Ranveer Singh’s Dhurandhar Box Office Collection: આદિત્ય ધરની સ્પાઈ એક્શન થ્રિલર ફિલ્મ ‘ધુરંધર’ના નામે ઈતિહાસ રચાયો છે. ફિલ્મે માત્ર 22 દિવસમાં એ કમાલ કરી નાખી છે જેની કોઈને આશા પણ નહીં હોય. આ રણવીર સિંહના અત્યાર સુધીના કરિયરની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ સાબિત થઈ છે. સાથે આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ છે.

‘ધુરંધર’ની સફળતાને વધુ ખ્યાતિ અપાવનારી વાત એ છે કે આ એક એડલ્ટ-રેટેડ ફિલ્મ છે, જેના દર્શકો લિમિટમાં જ છે. આ મર્યાદા છતાં, ફિલ્મે પોતાની શાનદાર સફળતા હાંસલ કરી છે, જેનો શ્રેય દર્શકોના જબરદસ્ત વખાણ અને સિનેમાઘરોમાં સતત સારી કમાણીને જાય છે.  

ભારતીય બોક્સ ઓફિસ પર ‘ધુરંધર’ સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ બનીને ઉભરી છે. જ્યારે વિદેશી બજારોમાં તેણે ચોંકાવનારા આંકડા પાર કર્યા છે.

‘ધુરંધર’નું 22માં દિવસનું કલેક્શન

રણવીર સિંહની આ ફિલ્મ 1000 કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થનારી 9મી ભારતીય ફિલ્મ અને 2025ની પહેલી રિલીઝ બની ગઈ છે. ફિલ્મે માત્ર 22 દિવસમાં આ સફળતા હાંસલ કરી, જેનાથી આ સફળતા હાંસલ કરનારી બીજી સૌથી ઝડપી ફિલ્મ બની ગઈ છે. સૈકનિકના આંકડા અનુસાર, ‘ધુરંધર’એ રિલીઝના 22 દિવસે 15 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને ભારતમાં તેની કુલ કમાણી રૂપિયા 648.50 કરોડ થઈ ગઈ છે. ત્યારે, વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે રૂપિયા 1003 કરોડનું કલેક્શન કરી લીધું છે.

આ 8 ફિલ્મોની યાદીમાં 9મી બની ‘ધુરંધર’

એસએસ રાજામૌલીની ફિલ્મ બાહુબલી 2: ધ કનકલુઝન એ 2017માં સૌથી પહેલા 1000 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો, જેણે દુનિયાભરમાં 1788.06 કરોડ રૂપિયા કમાયા હતા. આમિર ખાન અને નિતેશ તિવારીની ફિલ્મ દંગલ તમામ રેકોર્ડ તોડતા 2000 કરોડ રૂપિયાનો આંકડો પાર કરનારી એકમાત્ર ભારતીય ફિલ્મ બની ગઈ, જે રેકોર્ડ આજે પણ તેના નામે છે. ત્યારથી આ ક્લબમાં રાજામૌલીની RRR (1230 કરોડ રૂપિયા), પ્રશાંત નીલની KGF : ચેપ્ટર 2 (1215 કરોડ રૂપિયા), એટલીની જવાન (1160 કરોડ રૂપિયા), સિદ્ધાર્થ આનંદની પઠાણ (1055 કરોડ રૂપિયા) અને નાગ અશ્વિનની કલ્કિ 2898 એડી (1042.25 કરોડ રૂપિયા) જેવી ફિલ્મો સામેલ થઈ ચૂકી છે. ‘ધુરંધર’ હવે આ યાદીમાં સામેલ થઈ ગઈ છે, જેણે માત્ર 22 દિવસમાં જ દુનિયાભરમાં 1003 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

ભારતીય બોક્સ ઓફિસ પર ‘ધુરંધર’એ અનેક ફિલ્મોને પછાડી

ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મ ‘ધુરંધર’એ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ (543.09 કરોડ રૂપિયા) અને વિકી કૌશલની ફિલ્મ છાવા (601.54 કરોડ રૂપિયા)ના લાઈફટાઈમ કલેક્શનને પછાડી દીધું છે. ‘ધુરંધર’ ફિલ્મ રણબીર કપૂરની ફિલ્મ એનિમલ અને જવાનને પછાડીને ભારતની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ બની છે.

ભારતની ટોપ-5 બોલિવૂડ ફિલ્મો (ડોમેસ્ટિક નેટ કલેક્શન)

  • ‘ધુરંધર’ : ₹648.50 કરોડ
  • જવાન : ₹640.00 કરોડ
  • છાવા : ₹601.00 કરોડ
  • સ્ત્રી 2 : ₹598.00 કરોડ
  • એનિમલ : ₹553.00 કરોડ
  • પઠાણ : ₹543.09 કરોડ



Source link

Related Articles

Back to top button