રાજકોટ તાલુકાના જિયાણા ગામે પાણીની લાઇનમાંથી પાણીની ચોરી કરતાં તસ્કરો સામે નોંધાઇ ફરીયાદ
રાજકોટ
નયન ગઢવી
રાજકોટ તાલુકાના જીયાણા ગામે મચ્છુ જ્યોત યોજના હેઠળની પાણીની પાઇપ લાઇનમાં ગેરકાયદે હોલ પાડીને ચોરી કરતાં ઈસમો સામે ગુજરાત વોટર સપ્લાય અને ગટર વ્યવસ્થા બોર્ડ. રાજકોટ હસ્તકની મચ્છુ – ૧. જૂથ પાણી પુરવઠા યોજના મરામત અને નિભાવાની કામગીરી હીર ટેકનોલોજીસ અમદાવાદ દ્વારા તારીખ 7-10-2022 થી સંભાળેલ છે. જેમાં અમો હર્ષાગભાઇ ચંદુભાઈ કોટડીયા. હીર ટેકનોલોજી અમદાવાદમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા વતી રોજકામ અને ફોટોગ્રાફર આધારિત ફરિયાદ કરવાની ઓથોરિટી આપવામાં આવતાં સરદાર યોજના હસ્તે મચ્છુ -૧. જૂથ પાણી પુરવઠા યોજના આશરે 52 ગામડાઓને પાઇપલાઇન દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું હોય સરકાર દ્વારા જાહેર હિત અને જાહેર જનતાને પીવાના પાણીની સુવિધા આપવાની કામગીરીને આવશ્યક સેવા કરેલ. વધુમાં જણાવેલ કે કંપનીના સુપરવાઇઝર હર્ષાગભાઈ ચંદુભાઈ કોટડીયા. સ્ટાફ લાઈન મેન ભરતભાઈ કરસનભાઈ ઝાલા તેમજ સ્ટાફ લાઈનમેન બાબુભાઈ નાનજીભાઈ દરજીયા દ્વારા હાલમાં પાઇપલાઇન માંથી પાણીની ચોરી થતી અટકાવવા માટે યોજનાની પાઇપ લાઇન ઉપર સખત પેટ્રોલિંગ દરમ્યાન જીયાણા ગામના પાટીયા થી સણોસરા તરફ આગળ જતા વેરહાઉસની સામે નાં ખેતરના માલિક દુધાભાઈ લક્ષ્મણભાઈ લીંબાસીયા. જેમના ખેતરમાં જ્યાં અમારા સ્ટાફ દ્વારા આશરે બપોરના ઓ૩.૨૦. કલાકે ચેકીન કરતાં યોજનાની સણોસરા હેડવર્ક થી કુવાડવા જતી પાઇપલાઇનમાં ઇરાદાપૂર્વક હોલ પાડી પાણી લેકે જ કરી ત્યાંથી ધોરિયા તરફ ખેતરમાં ગેરકાયદે પાણીની પાઇપલાઇન માં હોલ પાડીને પિયત પાણીની ચોરી કરવાનું માલુમ પડતાં જે બાબતે રોજકામનો ફોટો આપેલ ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા સરક્ષણ અધિનિયમ ૨૦૧૯. કલમ નં. ૧૦. ૧.૧. મુજબ સરકારી પાણીની લાઈનને લગતી સંલગ્ન એસેસરીઝમાં ભંગાણ / અને અધિકૃત જોડાણ કરી પાણીની ચોરી કરતાં. એક્ટ ક્લોઝ નં.૧૧.૬ મુજબ ગુનાહિત કૃત્ય અને દંડપાત્ર છે. અને ધી પ્રિવેન્સન ઓફ ડેમેજીસ ઓફ પબ્લિક પ્રોપર્ટી કલમ ૩. તથા IPC ૪૩૦. મુજબ ચોરી કરવા અંગે દુધાભાઈ લક્ષ્મણભાઈ લીંબાસીયા અન્ય વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.