गुजरात

કઠલાલ ખાડીયા શ્રમિક ઝૂંપડપટ્ટીની જમીન કબ્જો મેળવા તંત્રનું ષડયંત્ર. ૭૦ વર્ષોથી વસવાટ કરતાં શ્રમિકોને હટાવવાનું ષડયંત્ર.

કઠલાલ પોલીસ દ્વારા ધાક ધમકીઓ. હેરાનગતી અને કનડગત કરાતાં તેમજ શ્રમિક પરિવારોને ગોંધી રાખી ગરીબ પરિવારો મુશ્કેલીને માનસિક ત્રાસ આપી રહ્યા છે

આર.જે. રાઠોડ.

કઠલાલ.

ખેડા જિલ્લાના કઠલાલમાં આઝાદીનાં ૭૬. વર્ષે શ્રમજીવી પરિવારો ૮૦. વર્ષનાં ભોગવટો હોવા છતાં આજે પણ ગરીબ પરિવારો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગરીબ છૂટક મજૂરી કરી પેટીયું રળતા પરિવારો ઉઠાન્તરી કરતાં પરિવારો રો કકડ કરતાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સરકારનાં કાન ખોલવા પહોંચ્યા.
ગામતળની રેવન્યુ સર્વે નં. ૯૫૮ સિટી સર્વે નં.૧૧૭૨. નાં ખાડીયા વિસ્તારમાં શ્રમિક પરિવારો પ૦ થી ૬૦. વર્ષ પહેલાં ગરીબવર્ગનાં પરીવારો છૂટક મજૂરી કરી જીવન ગુજારી પોતાના બાળકોનું ભરણ પોષણ કરી જીવન ગુજારતાં ૪૦૦. ઝૂંપડપટ્ટીનાં પરિવારના લોકો વર્ષોથી વેરો ભરતાં પરિવારો પાસે રેશનકાર્ડ. સહિતના જરૂરીયાત પુરાવા ધરાવતા શ્રમિક પરિવારોને કઠલાલ પાલિકાએ રોડ રસ્તા અને ઘર વપરાશ વિજ મીટર નાખી આપ્યા છે. વસવાટ કરતાં શ્રમિક પરિવારોને નિયમિત કબ્જો સોંપવા અનેકવાર કલેકટરશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છતાં શ્રમિક પરિવારોને નિયમિત મકાન કે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના ઝુંપડપટ્ટી હટાવવા પોલીસ દ્વારા ધાક ધમકીઓ. હેરાનગતી અને કનડગત કરાતાં તેમજ શ્રમિક પરિવારોને ગોંધી રાખી ગરીબ પરિવારો મુશ્કેલીને માનસિક ત્રાસ આપી રહ્યા છે. સરકાર ગરીબી હટાવાના સૂત્રો પોકારે છે. જ્યારે કઠલાલમાં પાલિકાનું તંત્ર ગરીબોને હટાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે. ખાડીયા વિસ્તારમાં પ્રજાના પ્રતિનિધિઓ ફક્ત મત લેવા જ આવે છે. જ્યારે સત્તા ખુરશી મળ્યા પછી કોઇ ફરકતાં નથી. જેના કારણે આ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારોમાં રોષ ભભુકી ઉઠયો છે. કે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર નહીં કરે ત્યાં સુધી તમામ પરિવારો ગાંધી ચિંધ્યા માર્ગે આંમરણ ઉપવાસ ઉતરશે. જેમાં કોઇ પણ પરિવારના સભ્યોને જાનમાલનું નુકસાન પહોંચશે તેની તમામ જવાબદારી પાલિકાના તંત્રની રહેશે તેવું સમગ્ર શ્રમિક પરિવારોએ જણાવ્યું હતું.

Related Articles

Back to top button