સુરત શહેરમાં આજથી ગણેશોત્સવની ઉત્સાહભેર શરૂઆત: નહી વેચાયેલી પ્રતિમાને લઇ કરાઈ માંગ
સુરતમાં આજથી ગણેશોત્સવની ઉત્સાહભેર શરૂઆત થઈ છે. આજના ગણેશોત્સવ બાદ વેચાણ ન થયેલી શ્રીજીની પ્રતિમા રસ્તા પર રઝળતી મુકી જતા રહે છે તેથી અનેક લોકોની લાગણી દુભાઈ છે. ભક્તોની લાગણી ન દુભાઈ તે માટે આ પ્રતિમા નું વિસર્જન કરવા તથા વિસર્જન યાત્રા પહેલા શહેરના તૂટેલા રસ્તા રીપેર કરી રાજ માર્ગ ખુલ્લો કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. સુરતમાં આજથી દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે સુરતમાં ઘર, સોસાયટી અને હજારો ગણેશ મંડપમાં શ્રીજીની સ્થાપના થઈ છે ત્યારે આ ગણેશોત્સવ ઉત્સાહ અને શાંતિપૂર્ણ માહોલમાં પુરો થાય અને લોકોની લાગણી દુભાય નહીં તે માટે ગણેશોત્સવ સમિતિ દ્વારા પાલિકા તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમાં ગણેશોત્સવ દરમિયાન અને વિસર્જનમાં પાલિકાએ કેટલીક કામગીરી કરવી જોઈએ તેવું સૂચન પણ કરવામાં આવ્યું છે.
ગણેશ ઉત્સવ સમિતિએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગણેશ ઉત્સવ નિમિતે મૂર્તિ કલાકાર શ્રી ગણેશજીની મૂર્તિઓ બનાવે છે અને વેચાણ કરે છે, જે મૂર્તિઓનું વેચાણ નથી થતું તેવી મૂર્તિઓ શહેરમાં રોડની વચ્ચે ગમે ત્યાં મૂકીને જતા રહે છે, જે બાબતે મૂર્તિ કલાકારોએ ભાડે લીધેલી ખાનગી માલિકીના પ્લોટ/જગ્યા કે તેની માલિકીના પ્લોટ/જગ્યામાં ધામિર્ક ગરિમા સાથે વ્યવસ્થિત રીતે મુકવા માટે મૂર્તિ કલાકારોને ચેતવણી આપવા આપવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત ગણેશ ઉત્સવ દરમિયાન શહેરમાં આવેલ તમામ તમા ગણેશજીની સ્થાપના મંડપો પાસે સ્વચ્છતા થકી આરોગ્ય જળવાઈ તે હેતુથી સ ઝોન પ્રમાણે દરેકે દરેક વોર્ડ ઓફિસ પરથી દરરોજ ગણેશજીની સ્થાપના મંડ આસપાસ દરરોજ સાફ–સફાઈ કરી પાવડર નો છંટકાવ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.