गुजरात
લોયાધામમાં હરિજયંતી સભા તથા ગણેશ ઉત્સવનું આયોજન
પ.પુ.સ.ગુ.શા.શ્રી ઘનશ્યામપ્રકાશદાસજીસ્વામીની પ્રેરણાથી સભાનું આયોજન કરાયું
બોટાદ
અહેવાલ કનુભાઈ ડી. ખાચર
લોયાધામમાં દરેક અજવાળી પક્ષની નવમીના દિવસે પ.પુ.સ.ગુ.શા.શ્રી ઘનશ્યામપ્રકાશદાસજીસ્વામીની પ્રેરણાથી સભાનું આયોજન થાય છે. આ દિવસે હરિભક્તોના ઉત્સાહને કારણે અવનવા ઉત્સવો ઉજવાય છે.ખુબ મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડે છે. શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામમાં તારીખ ૫-૯-૨૦૨૨, સોમવાર ના રોજ ધામધુમથી ગણેશ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉત્સવમાં પધારવા આયોજન સમિતિ દ્વારા આપ સહુને ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.