સી.એન.જી.રીક્ષામાં પેસેન્જર સીટ નીચે બનાવેલ ચોરખાનામાં સંતાડી ભારતીય બનાવટના વિદેશી બીયરના ટીનની હેરાફેરી કરતા ઈસમને પકડી પાડતી રખિયાલ પોલીસ
દહેગામ. ગુજરાત
રિપોર્ટર. અનિલભાઈ મકવાણા
પોલીસ મહાનીરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ , ગાંધીનગર તથા પોલીસ અધીક્ષકશ્રી તરુણ દુગ્ગલ સાહેબ નાઓએ પ્રોહીબીશન / જુગાર સબંધી ગુન્હા બનતા અટકાવવા તેમજ શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ . જે અન્વયે ના.પો.અધી.શ્રી ગાંધીનગર ડીવીઝન એમ.કે.રાણા સાહેબ તથા ઈ.સર્કલ પો.ઇન્સ વી.જી.રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ અમારી સીધી સુચના અનુસાર પોલીસના માણસો પોસ્ટે વિસ્તારમાં અગ્નિપથ વિરોધના ભારત બંધના એલાનના બંદોબસ્ત અનવ્યે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અમોને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે ” એક સી.એન.જી રીક્ષા નંબર GJ.09.AX.3597 માં તેનો ચાલક સીટ નીચે બનાવેલ ચોરખાનામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી ઉદણ થી પાટનાકુવા વાયા ધારીસણા થઈ દહેગામ તરફ જનાર છે . જે બાતમી હકિકત આધારે ઉંદણ થી પાટનાકુવા ગામે રોડ ઉપર વોચમાં ઉભા હતા તે દરમ્યાન ઉપરોકત હકીકત નંબર વાળી લીલા કલરની પીળા હુડ વાળી સી.એન.જી રીક્ષા આવતા તરફથી આવતા તેને ઉભી રાખવા માટે હાથથી ઈશારો કરતા તેના ચાલકે પોતાની રીક્ષા ઉભી રાખેલ જેથી સદર રીક્ષા રીક્ષાની પાછળની પેસેન્જર સીટ નીચે તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી બીયરની સેમ્પલ સાથેની કુલ બોટલ નંગ -૨૩૬ કિ.રૂ .૨૮૩૨૦ / – તેમજ એક મોબાઈલ નંગ -૧ કિ.રૂ. ૫૦૦ / – તથા એક લીલા કલરની પીળા ફુડ વાળી બજાજ કંપનીની રીક્ષા નં . GJ – 09 AX – 3597 જેની કિ.રૂ .૧,૦૦,૦૦૦ / – જે એમ કુલ.કિ.રૂ .૧,૨૮,૩૨૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડી પકડાયેલ આરોપીઓના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢેલ છે .
આરોપીઓ નું નામ સરનામું –
( ૧ ) સંજયભાઈ અમૃતભાઈ પારઘી ઉ.વ .૨૪ ધંધો – ડ્રાઈવિંગ રહે – ઝરડા , ઘાંધીયા તા – મેઘરજ જી અરવલ્લી
કામગીરી કરનાર પોલીસ ટીમ
એ.એસ.ગામીત પો.સ.ઈ. અ.હેડ.કો ભરતકુમાર મણીલાલ બ.નં. ૭૩૧ અ.પો.કો જયેશકુમાર કિશોરભાઈ બ.નં .૧૫૭ અ.હે.કો. મહેશકુમાર ગુણવંતભાઇ બ.નં .૧૧૫૩ અ.હે.કો હિતેષકુમાર રમણલાલ બ.નં .૧૨૬૧ અ.લો.ર.કુલદિપસિહ દિલીપસિહ બ.નં .૨૧૭૪