गुजरात

હનજીયાસર ગામે સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

માળીયા. ગુજરાત

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

મોબાઈલ હેલ્થ યુનિટ માળીયા દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી  જિલ્લા પંચાયત આરોગ્ય શાખા નાં માર્ગદર્શન હેઠળ અને અગરિયા હિત રક્ષક મંચ નાં સહયોગ થી અગર વિસ્તાર નાં પ્રજાજનો માટે અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે સર્વે રોગ નિદાન કેમ્પ નું આયોજન જુના હનજીંયાસર  માળીયા મી . પ્રાથમિક શાળા મા કરવામાં આવ્યું..આ કેમ્પ માં અનુભવી ડોક્ટરની ટીમ દ્વારા દર્દી ની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું..

આ કેમ્પ માં ન્યુરો સર્જન , ઓર્થોપેડીક સર્જન , કાડિયોલોજી, જનરલ સર્જન, યુરો સર્જન  ,ની  આયુષ હોસ્પિટલ  અનુભવી ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી.

કેમ્પમાં વિનામૂલ્યે સારવાર અને દવા આપવામાં આવી હતી અને ડાયાબિટીસનાં દર્દીઓ માટે સુગર ની તપાસ, પ્રસુતિ ની તપાસ,મલેરીયા ની તપાસ ,બીપી તપાસ, હિમોગ્લોબીન તપાસ ,પણ કરવામાં આવી હતી.

આ સર્વ રોગનિદાન કેમ્પ મા

223 જેટલા અગરીયા ભાઈ-બહેનો એ લાભ લીધો…

આ કેમ્પ ને સફળ બનાવવામાં તાલુકા હેલ્થ ઓફિસર  ડૉ. ડી. જી બાવરવા સાહેબ , એમ.પી.એસ.ડબલ્યુ અશ્વિન ઓગાણજા તથા એમની ટીમ અને અગરિયા હિત રક્ષક મંચ  મારૂતસિંહ બારૈયા એ વિશેષ સહયોગ આપ્યો હતો

Related Articles

Back to top button