પ્રોહિબિશન નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી બી. ડીવીઝન પોલીસ
ગાંધીધામ કચ્છ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
હે.પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી બોર્ડર રેન્જ કચ્છ – ભુજ તથા શ્રી પોલીસ અધિક્ષક સાહેબ પુર્વ કચ્છ – ગાંધીધામ નાઓ દ્વારા હોળી – ધુળેટી તહેવાર અનુસંધાને પ્રોહિ / જુગારની બદી નેસ્ત નાબુત કરવા સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હોય જે અન્વયે આપવામાં આવેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ – અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન શ્રી પો.ઈન્સ . કે.પી.સાગઠીયા નાઓને મળેલ ખાનગી હકિકત આધારે ગાંધીધામ ખાતે આવેલ ડાર્ગો પી.એસ.એલ.મેદાનમાં રાજસ્થાન પાસીંગની ટ્રકમાં માતબાર રકમનો ગે.કા વગર પાસ પરમીટે ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે . જેથી હકિકતવાળી જગ્યાએ રેઇડ કરતા મજકુર ટ્રક ચાલક પોલીસને આવતા જોઈ પોતાના કબ્જાની ટ્રક મુકી નાશી ગયેલ જે ટૂંકમાં જોતા તેમાં મગફળી તથા ખાણદાણાની બોરીયોની આડશમાં ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની નિચે મુજબનો પ્રોહિ મુદ્દામાલ ભરેલ હોય જેથી મજકુર ટ્રક ચાલક / માલીક તથા માલ મંગાવનાર તથા માલ મોકલનાર તથા તપાસમાં જે નિકળે તેઓના વિરૂધ્ધ કાયદેસ૨ થવા કાર્યવાહી કરેલ છે . મુદામાલનું વર્ણન
બોટલ નંગ ૧૯૮૦ રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ હીસ્કી ફોસેલ ઈન હરીયાણાના માર્કાવાળી ૭૫૦ મી.લી. કિંમત ૧૦,૨૯,૬૦૦ / ૦૦ . .
નંગ ૬૦૩૬ મેકડોવેલ્સ નં .૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોરશેલ ઇન હરીયાણાના માર્કાવાળી ૭૫૦ મી.લી.ના ૨૧.૧૨.૬૫૦/૦૦
નંગ ૩૨૮૮ એમસ્ટેલ સુપ૨ પ્રીમીયમ સ્ટ્રોગ બીયર ફોશેલ ઈન હરીયાણાના માર્કા વાળા ૫૦૦ મી.લી.ના કીમત ૩,૨૮,૮૦૦ / ૦૦ . ટ્રક અશોક લેલન કંપની મોડલ -૩૧૧૬ જેના રજી . નં- ૨ જી.નં- RJ- 18 – GA – 3297 ૧૫,૦૦,૦૦૦ / ૦૦ ૫૦૦/ મગફળી તથા ખાણદાણાના કોથળા નંગ -30 ટ્રકના રજીસ્ટ્રેશન કાગળો તથા અલગ અલગ ટ્રાન્સપોર્ટના બીલો તથા મોબાઇલ બીલ તથા બોક્ષ ૦૦/૦૦ કુલ્લ કિ.રૂ. ૪૯,૭૧,૦૦૦ / ૦૦
આરોપીઓની વિગત
( ૧ ) ૨૭.i – RJ – 18 – GA – 3297 નો ચાલક / માલીક
( ૨ ) પ્રોહી મુદામાલ મોકલના૨ તથા માલ મંગાવનાર
( ૩ ) તપાસમાં જે નિકળે તે વિગેરે
ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર શ્રી કે.પી.સાગઠીયા સાથે એ.એસ.આઈ. કિર્તીકુમાર ગેડીયા તથા ચંદુભાઈ પાંડોર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ગલાલભાઈ પારગી , હાજાભાઈ ખટારીયા તથા પોલીસ કોન્સ્ટેબલ મહીપાલસિંહ ઝાલા , ગૌતમભાઈ સોલંકી , ધર્મેશભાઈ પટેલ , અજયભાઈ સવસેટા , હિરેનભાઈ મહેશ્વરી તથા રવીભાઈ પરમાર તથા ડ્રા.એ.એસ.આઈ રામજીભાઈ મરંડ નાઓ સાથે રહેલ હતા