गुजरात

L D એન્જિનિયરિંગના વિધાર્થીઓ કંઈક આ રીતે ઉજવે છે અમદાવાદનો જન્મ દિવસ

અમદાવાદ: ‘જબ કુત્તે પર સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા.’ અહમદશાહ નામના બાદશાહના નામ પરથી બનેલા અમદાવાદ શહેરનો આજે 611મો બર્થ ડે છે. ભવ્ય હેરિટેજ સ્ટ્રક્ચર્સ તેમજ હજારો હેરિટેજ કક્ષાનાં ઘરો, મહાત્મા ગાંધીનાં સ્મારકો અને 600 જેટલી પોળ-શેરીઓના લીધે અમદાવાદ ભારતનું પહેલું વર્લ્ડ હેરિટેજ શહેર બન્યું છે. આ અમદાવાદના સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે 2014થી દર વર્ષે અમદાવાદની એલ.ડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ 26 ફેબ્રુઆરીએ અનોખી રીતે ઉજવણી કરે છે.

ઈ.સ 1411માં અહમદશાહ દ્વારા અમદાવાદની સ્થાપના થઇ તે પહેલા અમદાવાદ કર્ણાવતીના નામે ઓળખાતું હતું.  પ્રાચીન મંદિરો ઈમારતો અનેક સ્થાપત્યો જે અમદાવાદના ઈતિહાસ સાથે હજુ પણ જોડાયેલા છે. અમદાવાદની સ્થાપના થઈ તે સમયે એક અલગ અમદાવાદ જોવા મળતું હતું. હાલમાં આધુનિક બનેલા અમદાવાદમાં આજે પણ કેટલાક ગામો અને વિસ્તારો એવા છે જ્યાં પહેલાનું અમદાવાદ જોવા મળે છે.

અમદાવાદનો ભવ્ય વારસો

પહેલાની કેટલીક પ્રતિકૃતિ આજે પણ મ્યુઝિયમમાં મૂકેલી જોવા મળી રહી છે. દર વર્ષે 26 ફેબ્રુઆરીના રોજ અમદાવાદનો સ્થાપના દિવસ ઉજવાય છે. અમદાવાદના ભવ્ય વારસાની વાત કરીએ તો ભદ્વનો કિલ્લો, ભદ્રકાળી માતાનું મંદિર, રાણીનો હજીરો, ત્રણ દરવાજા. કાલુપુર સ્વામીનારાયણ મંદિર, સીદી સૈયદની જાળી, એલિસબ્રીજ, ગણેશ મંદિર, સરખેજ રોઝા, ગાંધી આશ્રમ, દાંડી પુલ, કોચરબ આશ્રમ સહિતની અનેક જગ્યા છે, જે અમદાવાદનું જ નહી પણ સમગ્ર ભારતનું ગૌરવ છે.

હેરિટેજ વોક શરૂ કરનારું પ્રથમ શહેર

હેરિજેટ વોકની શરૂઆત કરનાર અમદાવાદ ભારતનું પ્રથમ શહેર છે. અમદાવાદની એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ દ્વારા વર્ષ 2014થી અમદાવાદ શહેરના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ‘રંગ અમૈઝી’ ઇવેન્ટ દ્વારા બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનો , વડીલો અને પ્રોફેશનલ આર્ટિસ્ટની 300 ટીમ દ્વારા એલ.ડી.કોલેજ, ગુજરાત યુનિવર્સિટી તેમજ ગુજરાત પોલિટેકનિકની દીવાલો પર પેઇન્ટિંગ કરી રંગવાનું કામ કરવામાં આવે છે.

Related Articles

Back to top button