શું તમે પણ કોઇ સાઇટ પરથી લગ્ન કરવાનું વિચારી રહ્યાં છો? તો સુરતની યુવતીનો આ કિસ્સો વાંચી લો
સુરત : લગ્ન માટે આવેલી સોશિયલ સાઇટ પર યુવકને પસંદ કરી લગ્ન કરવાનું એક યુવતીને ભારે પડ્યું હતું. લગ્નના 15 દિવસ બાદ પતિને ડાયાબિટીસની બીમારીને લઇને તબિયત બગડતા સારવાર માટે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા પતિ પાછળ થયેલા ખર્ચ અને ડાયાબિટીસની બીમારીથી પિડીત પતિ સાથે અંગત જીવનમાં પડી રહેલી તકલીફ અને સાસરિયા અવાર વાનર સારવાર ખર્ચ માટે હેરાન કરતા હોવાને કારણે રૂપિયાની માગં કરતા સાસરિયા ત્રાસીને પરણિતાએ જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જો તમે લગ્ન માટે કોઇની શોધમાં ખોવ અને સોશિયલ સાઇટ પરથી કોઇની સાથે લગ્ન કરવા ઇચ્છતા હોવ તો ચેતજો. કારણ કે સોશિયલ સાઇટ પરથી લગ્ન બાદ છેતરપિંડીનાં અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. મૂળ મહારાષ્ટની અને સુરત રાંદેર રોડ તાડવાડી વિસ્તારમાં રહેતી યુવતી એ સમાજના લગ્ન ઇચ્છુક યુવક-યુવતીઓના લગ્ન માટેની અનુબંધન.કોમ નામની વેબસાઇટ મારફતે આકાશ ચંદ્રકાંત કોટાવારસાથે તા. 23 જુલાઇ 2019ના રોજ લગ્ન કર્યા હતા.
લગ્નના બીજા મહિને પતિ આકાશને ડાયાબિટીશની બીમારી હોવાથી અને પંદર દિવસમાં જ તબિયત બગડતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તબીબોએ આકાશનું ઓપરેશન કર્યા બાદ પતિ-પત્ની વચ્ચેના અંગત જીવનમાં સમસ્યાઓ ઉદભવવા લાગી હતી અને આકાશનો સ્વભાવ પણ ચીડિયો થઇ ગયો હતો. દરમ્યાનમાં સાસુ અર્ચના ચંદ્રકાંત કોટાવાર અને સસરા ચંદ્રાકાંત કોટાવાર યુવતી ને કહેતા કે, તારા લીધે જ આકાશને ડાયાબિટીશની બીમારીનો ચેપ લાગ્યો છે અને ઓપરેશનમાં ઘણો ખર્ચ થઇ ગયો છે. જેથી પિયરમાંથી દહેજ પેટે રૂા. 15 લાખ લઇ આવ નહિ તો છુટાછેડા આપી દે.