गुजरात

રાજકોટ : કિશન ભરવાડ હત્યા કેસમાં ATSની ટીમ પહોંચી જંગલેશ્વર ખાતે, જાણો સર્ચ રિપોર્ટની રજ રજની માહિતી

ધંધુકામાં થયેલ કિશન ભરવાડની હત્યા મામલે એટીએસ દ્વારા હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે. કિશન ભરવાડ હત્યા કેસમાં રાજકોટ શહેરના બે શખ્સની સંડોવણી સામે આવી હતી. બંને શખ્સોને રાજકોટ સ્પેશલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પાડવામાં આવતા તેમને એટીએસને સોંપવામાં આવ્યા હતા. સમગ્ર કેસમાં સૌપ્રથમ હથિયાર મામલે રાજકોટના અઝીમ સમાની  ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ અઝીમ સમાને હથિયાર આપનાર રમીઝ સેતાને રાજકોટ સ્પેશયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ભાવનગરનાં ઢસા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમજ ત્યારબાદ તેને એટીએસને સોંપવામાં આવ્યો હતો. એટીએસ દ્વારા આરોપીને રિમાન્ડ અર્થે નામદાર કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો.

ધંધુકાનાં કિશન ભરવાડ હત્યા કેસમાં દિલ્હીનાં મૌલાના કમરગનીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ હત્યામાં વાપરવામાં આવેલ હથિયાર આપનાર રાજકોટ શહેરના અઝીમ સમાની ધરપકડ કરવામાં આવી હતી.

Related Articles

Back to top button