राष्ट्रीय

કોરોનાના કારણે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાને લઇને શું લેવાયો મોટો નિર્ણય?

અમદાવાદઃ કોરોનાના વધતા કેસ છતાં ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રહેશે નહી. વિદ્યાર્થીઓને અલગ અલગ વિકલ્પો આપીને પણ અગાઉથી નક્કી કરેલા સમય પ્રમાણે જ પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઓફલાઇનનો વિકલ્પ આપવામાં આવશે. PGના કેટલાક કોર્ષમાં ઓનલાઇન ઓન ડિમાન્ડ પરીક્ષા લેવામાં આવશે. અગાઉ કોરોનાને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા વિદ્યાર્થીઓની પરીક્ષા 4-5 મહિના મોડી લેવાઈ હતી. જેના કારણે આ વર્ષે યુનિવર્સિટીએ અગાઉથી જ પરીક્ષા માટે અલગ અલગ વિકલ્પ અપનાવ્યા છે. જેથી પરીક્ષા મોડી નહીં યોજાય. અલગ અલગ વિકલ્પના કારણે વિદ્યાર્થીઓની એક સાથે પરીક્ષા પૂર્ણ થશે અને આગળનો અભ્યાસ સમયસર શરૂ થઈ શકશે.

જોકે, કોરોનાના કારણે જીટીયુની 20 જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના PGના કેટલાક કોર્ષમાં વિદ્યાર્થીઓની ઓનલાઇન ઓન ડિમાન્ડ પરીક્ષા લેવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ અલગ અલગ વિકલ્પથી પરીક્ષા આપી શકશે.

બીજી તરફ શાળાઓમાં ફરી ઓનલાઈન શિક્ષણ શરૂ થતા વાલીઓએ ફીમાં રાહત આપવાની માંગ કરી હતી. ગુજરાત વાલી એકતા મંડળે શિક્ષણમંત્રીને ફીમાં 25 ટકા રાહત આપવા રજૂઆત કરી હતી. ફી નહીં ભરે તો વિદ્યાર્થીઓના એડમિશન રદ કરી દેવાની શાળા સંચાલકો ધમકી આપતા હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો હતો.

Related Articles

Back to top button