corona વિસ્ફોટઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 4213 કોરોના કેસ, અમદાવાદ – સુરતમાં કપરી પરિસ્થિતિ
ગુજરાતમાં કોરોના વાયરસનો જાણે વિસ્ફોટ થયો હોય એમ રોજે રોજ કેસોમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસો 4000ની ઉપર પહોંચીને આજે ગુરુવારે 4213 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે સુરત અને અમદાવાદમાં નોંધાયા છે. આ બંને મહાનગરપાલિકાઓમાં કોરોનાએ ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે ગુરુવારે ઓમિક્રોનનો કોઈ કેસ નોંધાયો નથી.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના આંકડાઓ અંગે વાત કરીએ તો ગુજરાતમાં ગુરુવારે 4213 કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 860 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે એક વ્યક્તિનું કોરોનાના કારણે મોત નીપજ્યું હતું. રાજ્યમાં રિકવરી રેટ 97.10 ટકા નોંધાયો હતો.
કોરોના વાયરસ ગ્રાફિક્સ
રાજ્યમાં વિવિધ મહાનગરપાલિકાઓ અને જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસો અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 1835, સુરત કોર્પોરેશનમાં 1105, રાજકોટ કોર્પોરેશનમાં 183, આણંદમાં 112, વડોદરા કોર્પોરેશનમાં 103, સુરતમાં 88, કચ્છમાં 77, ખેડામાં 66, ગાંધીનગર કોર્પોરેશનમાં 59, વલસાડમાં 58, નવસારીમાં 46, ભરૂચમાં 43, રાજકોટમાં 41, ભાવનગર કોર્પોરેશનમાં 38, ગાંધીનગર 32 કેસ નોંધાયા હતા.