અંકલેશ્વર GIDCની કંપનીમાં દીવાલ ઘરાશાયી થતા ચાર લોકોના મોત, ત્રણ ઇજાગ્રસ્ત
![](https://livetvtodaynews.in/wp-content/uploads/2022/01/plastcon-16414396673x2-1.webp)
અંકલેશ્વર: શહેરની જીઆઇડીસીની પ્લાસ્ટોકોન કંપનીમાં દીવાલનું બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન જ દીવાલ ધરાશાયી થઇ હતી. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે ત્રણ કામદારોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અંકલેશ્વર GIDCમાં આવેલી પ્લાસ્ટોકોન કંપની પ્લાસ્ટિકની ટાંકીઓ, પેલેટ્સ અને મોડુયલરો બનાવે છે. કંપનીમાં કન્સટ્રક્સનનું કામ ચાલી રહ્યું હતું. જે માટે કોન્ટ્રાકટના માણસો દ્વારા દીવાલ બનાવવામાં આવી રહી હતી. કોન્ટ્રકટર અને અન્ય કામદારો 6 ફૂટની દીવાલ ઉપર ઇંટો મૂકી ચણતર કરી રહ્યા હતા. આ દરમિયાન દીવાલ તૂટી પડી હતી અને જેમા મજૂરો દટાયા હતા. જેથી તેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જેના કારણે કંપનીમાં દોળધામ મચી હતી. આમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા તરત જ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ સાથે પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો.