સુરત: GujCTOCના ગુનામાં કેલિયા આંબા ગેંગનો મુખ્ય સુત્રધાર કૈલાસ પાટીલ ઝડપાયો
સુરત : શહેરમાં ગંભીર ગુના આચરતી કેલિયા આંબા બંટી ગેંગના મુખ્ય સુત્રધાર કૈલાસ પાટીલને એસોજીની ટીમે જલગાંવના પારોલા તાલુકાના મંગરૂળ ગામ ખાતે રહેતા સંબંધીને ત્યાંથી દબોચી લીધો હતો. ગુજસીટોક અંતર્ગત આ ગેંગ વિરુધ નોંધાયેલા ગુનામાં અગાઉ તેના 11 સાગરિતતોને પોલીસે ઝડપી પાડયા છે. જયારે મુખ્યગેંગ લીડર કૈલાસ પાટીલ નાસતો ફરતો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં પોલીસ દ્વારા શહેર એસોજી પોલીસ પાસેથી મળતી માહીતી પ્રમાણે ગંભીર ગુના આચરી શહેરની પ્રજાને રંજાડતી કેલિયા આંબા બંટી ગેંગના 14 સભ્યો વિરુધ ડિંડોલી પોલીસે અગાઉ ગુજસીટોકનો ગુનો નોંધ્યો હતો. જે પૈકીના 11 સાગરિતોની ધરપકડ પણ કરી હતી.તે દરમિયાન સોંપવામાં આવેલી તપાસના આધારે એસોજીની ટીમના એએસઆઈ જલુભાઈ દેસાઇ અને અશોક લુની ને ખાનગી રાહે માહીતી મળી હતી. જેના આધારે ટેકનિકલ મદદથી જાણકારી મેળવી હતી કે, આ ગેંગનો મુખ્ય લીડર આરોપી કૈલાસ ઉર્ફે કેલિયા આધાર પાટીલ જલગાંવ જિલ્લાના પારૂલા તાલુકાના મંગરૂળ ગામ ખાતે રહેતા સંબંધીને મળવા આવવાનો છે.