Ahmedabad: 25 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અને 25 જીવ બચાવાયા, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે મહત્વની સિદ્ધિ

અમદાવાદઃ સિમ્સ સુપર સ્પેશ્યાલિટી હૉસ્પિટલ અમદાવાદે 5 વર્ષમાં 25 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરીને એક મહત્વની સિધ્ધિ હાસલ કરી છે. સિમ્સ સુપર સ્પેશ્યાલિટી હૉસ્પિટલ (મરેન્ગો એશિયા નેટવર્ક હૉસ્પિટલ),25મી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન સર્જરી કરીને તે ગુજરાતમાં આ પ્રકારની સિધ્ધિ હાંસલ કરનાર પ્રથમ અને એક માત્ર હૉસ્પિટલ બની છે. દેશનાં ખૂબ જૂજ હૉસ્પિટલ આવી સિમાચિન્હરૂપ સિધ્ધિ હાંસલ કરી શકી છે.
હાલમાં સિમ્સ એ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરતી એક માત્ર એકટિવ હૉસ્પિટલ છે. સિમ્સ સુપર સ્પેશ્યાલિટી હૉસ્પિટલ, અમદાવાદના ડિરેકટર અને કાર્ડિયોથોરાસિક અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વિભાગના ચીફ ડો. ધિરેન શાહ જણાવે છે કે”સિમ્સ સુપર સ્પેશ્યાલિટી હૉસ્પિટલ, અમદાવાદે માત્ર 5 વર્ષના ગાળામાં 25 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી છે. એમાંથી 14 ટ્રાન્સપ્લાન્ટ સર્જરી છેલ્લા એક વર્ષમાં તથા 4 ટ્રાન્સપ્લાન્ટ સર્જરી ડિસેમ્બર 2021ના છેલ્લા 3 સપ્તાહમાં કરવામાં આવી છે. ગુજરાતમાં અંગદાન અંગે જાગૃતીમાં વધારો થવાને કારણે આ શકય બન્યુ છે.”
ગુજરાતમાં પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પણ વર્ષ 2016માં સિમ્સ સુપર સ્પેશ્યાલિટી હૉસ્પિટલ, અમદાવાદમાં જ કરવામાં આવી હતી. 25મી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન સર્જરી અમદાવાદ શહેરના 59 વર્ષના વ્યક્તિ ઉપર શુક્રવારે સવારે કરવામાં આવી છે. તે ડાયલેટેડ કાર્ડિયોમાયોફોબિયાનો ભોગ બન્યા હતા.
અને છેલ્લા 7થી 8 માસમાં તેમની હાલત કથળી હતી. તેમને એક માસમાં 3 વાર હૉસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. પણ કેટલાંક કોમ્પ્લિકેશન્સને કારણે તેમને મેચીંગ હાર્ટ પ્રાપ્ત થઈ શક્યુ ન હતું. તેમ ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ, હાર્ટ ફેઈલ્યોર એન્ડ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડો. મિલન ચગ જણાવે છે.
હાર્ટ ડોનર 32 વર્ષના વડોદરા નિવાસીને બુધવારે માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને ગુરૂવારે તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. અમે તેમના પરિવારના માટે ઉંડી વેદના વ્યક્ત કરીએ છીએ અને અને સાથે સાથે ઉમદા ઉદ્દેશ માટે દાન આપવા બદલ તેમનો આભાર માનીએ છીએ