વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ
વાંસદાના નાની ભમતી ગામે ઘરમાં આગ લાગતાં બળીને ખાખ થઇ જવા પામ્યું હતું. બનાવ અંગે ફાયર ફાયટરને પણ કરતાં ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.
વાંસદા તાલુકાના નાની ભમતી ગામે પટેલ ફળિયામાં રહેતા સુનિતાબેન ચંદ્રકાંતભાઈ પટેલ ઘર નં. ૩૮૭ જેઓ તારીખ ૧૧-૧૨-૨૦,ના રોજ કુરેલીયા ગામે લગ્નમાં ગયા હતા ત્યારે ઘરમાં આગ ફાટી નીકળી હતી. એકાએક આગ ફાટી નીકળતાં આ ભયનો માહોલ સર્જાયો હતો પરંતુ કોઇ જાનહાની થઇ ન હતી ત્યારબાદ તુરંત જ બનાવ અંગે ફાયર ફાયટરને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચીને આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર ફાયટર આવી આગને કાબૂમાં લઇ લીધી હતી પરંતુ તે પહેલા ઘર વખરી બળીને ખાખ થઇ જવા પામ્યું હતું.ઘરમાં કબાટ, ટી.વી, પંખા, દાગીના સહિત રોકડા રૂપિયા મળી અંદાજિત એક લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું.