गुजरात
CM ભુપેન્દ્ર પટેલે 15થી 18 વર્ષના કિશોરોના રસીકરણનો કરાવ્યો પ્રારંભ, આશરે 35 લાખથી વધુને અપાશે રસી
ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકો માટે શરુ થઈ રહેલા કોરોના વેક્સીનેશન અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગર નજીકના કોબા ની જી.ડી. એમ કોબાવાલા હાઇસ્કુલથી કરાવ્યો. ભૂપેન્દ્ર પટેલ આજે સવારે 7.30 કલાકે આ હાઈસ્કૂલમાં પહોંચીને 15થી 18 વર્ષના બાળકોને કોરોના સામે સુરક્ષા કવચ રૂપી વેક્સીનેશન ડ્રાઇવની રાજ્યમાં શરૂઆત થવાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. સમગ્ર રાજ્યમાં અંદાજે 35 લાખથી વધુ બાળકોને આ રસીકરણનો લાભ આપવા રાજ્યના આરોગ્ય વિભાગે પૂરતી તૈયારીઓ કરી છે.
મુખ્યમંત્રી આજે ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની કોબાની હાઇસ્કુલથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ 93 જેટલી શાળાઓના અંદાજે 20 હજાર બાળકોને આ રસીકરણમાં આવરી લેવા આરોગ્ય કર્મીઓની 50 ટીમ કાર્યરત રહેવાની છે