गुजरात

Ahmedabad Airportના રન વે પર શરુ થશે સમારકામ, જાન્યુઆરીમાં ફ્લાઇટ હોય તો ફટાફટ વાંચો આ સમાચાર

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનો સાડા ત્રણ કિલોમીટરનો રન વે છે. આ રન વેનું સમાર કામ કરવામાં આવશે. 17 જાન્યુઆરીથી રન વેનું કામ શરૂ થશે. જેના કારણે દિવસ દરમિયાન અમદાવાદ એરપોર્ટનો રન વે 9 કલાક બંધ રહેશે.17 જાન્યુઆરીથી સવારે 9 કલાકથી સાંજે 6 વાગ્યા સુધી રન વે બંધ રહશે. સાડા ત્રણ કિલોમીટર રન વેનું કામ અંદાજે 5 મહિના સુધી ચાલશે. રન વેના કામની મંજૂરી મળતા જ એરલાઇન્સ કંપનીઓને એરપોર્ટ ઓપરેટર કંપની દ્વારા સૂચના આપી દેવામાં આવી હતી.જેના કારણે આયોજન કરી ફ્લાઈટના સમયમાં ફેરફાર કરવામાં આવશે.

17 જાન્યુઆરીથી સવારે 9 કલાકથી સાંજના 6 વાગ્યા સુધી રન વેનું કામ ચાલુ થશે જેના કારણે ફ્લાઇટ સાંજના 6 વાગ્યાથી બીજા દિવસે સવારે 9 વાગ્યા સુધી ટેક ઓફ લેન્ડિંગ થશે. આ શિડ્યુંઅલ જ્યાં સુધી રન વેનું કામ ચાલુ રહેશે ત્યાં સુધી યથાવત રહેશે. પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે એરલાઇન્સ કંપનીઓ દ્વારા આગોતરું આયોજન કરીને ટિકિટ બુક કરવામાં આવી રહી છે.

અમદાવાદ સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેટ એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશન 200 જેટલી ફ્લાઇટની અવર જવર થાય છે.એરપોર્ટ પર 26 હજારથી વધુ પ્રવાસીઓની રોજની અવર જવર થઈ રહી છે. જોકે, એરપોર્ટ પર ખાનગીકરણ થયા બાદ એરપોર્ટને નવો લુક આપવાનું કામ ચાલી રહ્યું છે.

Related Articles

Back to top button