BU Permission વગરના રહેણાંક અને કોર્મિશયલ 128 એકમ સીલ, હાઇકોર્ટના આદેશ બાદ AMC એક્શન મોડમાં
અમદાવાદ: હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ મહાનગર પાલિકા (AMC) એક્શન મોડમા જોવા મળી છે . બી યુ પરવાનગી (BU Permission) વગર ચાલતા ૧૨૮ રહેણાક અને કોર્મિશિલય મિલકત સીલ (seal) કરી છે . તેમજ ગેરકાયદેસર રહેલા ૧૦ હજાર ૫૯૫ ચો ફુટ બાંધકામનો દુર કર્યા છે. એએમસી દ્વારા રહેણાક મકાન પર આટલા મોટી સંખ્યામાં તવાઇ બોલાવી હોય તે પ્રથમ ઘટના છે .
અમદાવાદ મહાનગર પાલિક હદ વિસ્તારમાં આવેલ , બી.યુ.પરવાનગી સિવાય વપરાશ થતો હોય તેવા બિલ્ડીગોનો બિનઅધિકૃત ઉપયોગ બંધ કરાવવા વખતો વખત નામદાર કોર્ટ દ્વારા દિશાનિર્દેશ પણ કરવામાં આવેલ છે . આ અનુસંધાને આ પ્રકારના બાંધકામો મકાનોનો ઉપયોગ બંધ કરાવવા સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે . ઉપરાંત પરવાનગી સિવાય કરવામાં આવેલ બિનઅધિકૃત બાંધકામોનો અમલ કરી ડિમોલીશનની કામગીરી પણ કરવામાં આવેલ છે
મહત્વપૂર્ણ છે કે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અવાર નવાર બી યુ પરવાની વગર ચાલતા એકમો પર એએમસા ફટકાર લગાવી ચુક્યા છે . હાઇકોર્ટ દ્વારા એએમસી આદેશ અપાયો હતો કે બી યુ પરવાનગી વગર ચાલતા એકમો પર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી. બી યુ પરવાનગી અને ફાયર એન ઓ સી મુદ્દે પણ હોસ્પિટલ સામે લાલ આંખ હાઇકોર્ટના આદેશ બાદ એએસમી દ્વારા કરવામાં આવી હતી . ત્યારે ફરી એકવાર એએસમી દ્વારા બી યુ પરવાનગી વગર ચલતા એકમ સામે કાર્યવાહી શરૂ કર્યું છે .