गुजरात

ગુજરાતમાં હજી આ વિસ્તારોમાં થશે માવઠું, આજથી ઠંડી વધવાની આગાહી

અમદાવાદ: વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસરને પગલે ગુજરાતના મોટાભાગના સ્થળે સતત બે દિવસથી ચોમાસા જેવો માહોલ રહ્યો હતો. રાજ્યના 100 તાલુકામાં માવઠું પડયું હતું અને તેમાંથી પાંચ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના અનેક સ્થળોએ હજી આજનો દિવસ ચોમાસાનું વાતાવરણ રહેશે. આજે પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ પડવાની આગાહી છે. આ સાથે આજથી ઠંડી વધવાની આગાહી કરી છે.

ગુરૂવારે રાજ્યના મોટાભાગના સ્થળોએ દિવસનું તાપમાન 20 ડિગ્રીથી નીચે જતાં લોકો કાતિલ ઠંડીમાં ઠુંઠવાયા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આજથી તાપમાન 4 ડિગ્રી સુધી ગગડતાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે.

ગુરૂવારે દિવસ દરમિયાન વડોદરા જિલ્લાના ડભોઇમાં સૌથી વધુ 2 ઈંચ, છોટા ઉદેપુરના ડભોઇમાં દોઢ ઈંચ, નર્મદાના તિલકવાડમાં સવા ઈંચ જ્યારે સુરતના માંગરોળ, નર્મદાના ગરૃડેશ્વરમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. છોટા ઉદેપુર, સંખેડા, જાંબુઘોડા, હાંસોટ, અંકલેશ્વર, પલસાણા, જાલોદમાં અડધા ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો.

Related Articles

Back to top button