गुजरात

રાજ્યમાં હજી બે દિવસ છે માવઠાની શક્યતા, આજે આ વિસ્તારોમાં છે વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા છે. હવામાન વિભાગે ભરશિયાળામાં વરસાદની આગાહી કરી છે. જે પ્રમાણે, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, આણંદ, ભરૂચ, સુરત, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટમાં વરસાદની આગાહી છે. જેના કારણે ખેડૂતોની  ચિંતામાં વધારો થયો છે. ગુરૂવારે રાજ્યના 15 તાલુકામાં 1 ઈંચ જ્યારે 30 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ સાથે કમોસમી વરસાદ સાથે ઠંડીનું જોર પણ ધીરે ધીરે વધી રહ્યુ છે.

અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અરેબિયન સમુદ્ર તરફ આગળ વધી રહી છે. જેથી આગામી 24 કલાક દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. વરસાદના કારણે અનેક શહેરોમાં ધીરે ધીરે ઠંડીનું જોર પણ વધી રહ્યુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 20 નવેમ્બર સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. માવઠાથી શિયાળુ પાકને નુકસાનની ભીતિ રહેલી છે. જ્યારે તૈયાર પાક પણ માર્કેટ યાર્ડોમાં પલળી રહ્યો છે.

Related Articles

Back to top button