ટ્રેનમાં આપધાત કરનાર યુવતીની ડાયરીએ કર્યા અનેક ઘટસ્ફોટ, દુષ્કર્મ બાદ હત્યા કરવાના હતા નરાધમો
વડોદરા: વલસાડમાં ગુજરાત ક્વિન ટ્રેનમાં ફાંસો ખાઇ આપઘાત કરનારી યુવતી પર વડોદરાના દિવાળીપુરા પાસે આવેલી વેક્સિન ઇન્સ્ટીટ્યૂટના મેદાનમાં બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. મૃતક યુવતી પર બે રિક્ષા ચાલકોએ બળાત્કાર ગુજાર્યો હોવાના ઉલ્લેખ યુવતીની ડાયરીમાંથી મળ્યો છે. જોકે, આ ડાયરીમાંથી અનેક અન્ય ઘટસ્ફોટ પણ થઇ શકે છે.
‘તેમના શરીરમાંથી એક સારી સુગંધ આવતી હતી’
યુવતીને રોજ ડાયરી લખવાની ટેવ હતી. તેણે ડાયરીમાં હિન્દી, અંગ્રેજી અને ગુજરાતમાં અનેક અંગત વાતો લખી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, જેમાં એક વાત તે રાત અંગે પણ લખી છે. જેમાં જણાવ્યુ છે કે, તે બન્ને મવાલી જેવા ન હતા. તેમના શરીરમાંથી એક સારી સુગંધ આવતી હતી. તેમની ઉંમર 20થી 21 વર્ષની હતી. તેઓ હિન્દી ભાષામાં વાત કરતા હતા. પીડીતા એવું પણ લખે છે કે, આ બન્ને તેની સાથે દુષ્કર્મ આચરી હત્યા કરવાના ઇરાદે આ બધુ કરી રહ્યાં હતા. કારણ કે, બન્ને વચ્ચે જે વાતો થઇ રહીં હતી તે પીડીતાને ખૂબ સારી રીતે યાદ હતી. જેથી તેણે બન્ને વચ્ચે હિન્દીમાં થતી વાતચીત ડાયરીમાં પણ લખી છે
નરાધમો વચ્ચેની વાતચીત
યુવતી સાથે દુષ્કર્મ આચરતા બંને નરાધમો જે વાતચીત કરતા હતા તે નીચે મુજબ છે.
ઇસકો ઐસે હી માર ડાલેગા ક્યાં ?
યે લે ચાકુ માર ડાલ ઇસે
ઐસે કેસે છોડ દે પહેલે અપના કામ તો નિપટા લે
હા…હા… ઐસે હી મર જાયેગી
મૌકા ભી અચ્છા હૈ ઔર અંધેરા ભી સાથ દે રહા હૈ
યે કુછ જ્યાદા હી ઉછલ કુદ કર રહીં હૈ
હા મેં ઇસે બડે અચ્છે સે જાનતા હું… જ્યાદા ઉછલના બંધ કર… નહી તો જાન ગવાયેગી
ઇસકી લાશ કો ઇધર હી ફેંક દે યા ગાડી કે આગે ધકેલ દે તો એક્સિડન્ટ લગેગા, ઇસકે જાન પહેચાન વાલે ઇધર હૈ લે જાયેંગે.
અંતિમ પાન પરના એક વાક્ય અંગે પોલીસ પણ મૂંઝવણમાં
મૃતક યુવતીના કાકાની મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યા મુજબ ડાયરીના અંતિમ પાના પર યુવતી દ્વારા અંગ્રેજીમાં ‘HOW I WILL FACE OASIS?’ લખ્યુ છે. જેથી આ પ્રકારનું લખવા પાછળનું કારણ શું છે તે અંગે પણ વડોદરા પોલીસ યુવતીના મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.