गुजरात

મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણી પરિણામ: એક નજરે જુઓ કોને કેટલી બેઠક મળી

ગાંધીનગર: રાજ્ય ચૂંટણી આયોગે ગાંધીનગર મહાનગરપાલિકા  થરા અને ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી અને સ્વરાજ્યના અન્ય એકમોની પેટા ચૂંટણી તારીખ 3-10-2021નાં રોજ યોજવા માટે તા. 06-09-2021નાં રોજ કાર્યક્રમ જાહેર કર્યો હતો. જ પ્રમાણે આજે એટલે કે તા. 05-10-2021૧ના રોજ ચૂંટણી હેઠળના સ્વરાજ્યના એકમોમાં મત ગણતરી  યોજવામાં આવી હતી. જેનું પરિણામ નીચે પ્રમાણે છે. પરિણામ પર એક નજર કરીએ તો ગાંધીનગર માં ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષ પછી જંગી જીત મેળવી છે. તમામ પરિણામ નીચે પ્રમાણે છે.

મહાનગરપાલિકા:

2) અમદાવાદ મહાનગરપાલિકાની વોર્ડ નં. 3ની એક બેઠક અને વોર્ડ નં. 45ની એક બેઠકમાં આમ મળી બંને બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે.

3) જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નં. 8ની એક બેઠકની પેટા ચૂંટણીમાં આ બેઠક ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ફાળે ગઈ છે.

નગરપાલિકા: (સામાન્ય અને મધ્ય ચૂંટણી)

1) થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નં. 3ની 4 બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિન હરીફ થયા છે.

2) ઓખા નગરપાલિકાના વોર્ડ નં. ૮ની બે બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ થયા છે.

થરા, ઓખા અને ભાણવડ નગરપાલિકા (મઘ્ય ચૂંટણી)ની હરિફાઈમાં રહેલી 78 બેઠકોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 56 બેઠકો, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસને ૨૨ બેઠક મળી છે.

નગરપાલિકા: (પેટા-ચૂંટણી)

નગરપાલિકાઓની ખાલી પડેલી (પેટા-ચૂંટણી) 45 બેઠકોમાંથી ચાણસ્મા નગરપાલિકાના વોર્ડ નં.5ની 1 બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના ફાળે ગઈ છે. મહેમદાવાદ નગરપાલિકાની વોર્ડ નં. 6ની ૧ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તથા તરસાડી નગરપાલિકાની વોર્ડ નં. 3ની 1 બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ થયા છે.

નગરપાલિકાની પેટા ચૂંટણી હેઠળની 42 બેઠકો પૈકી ભારતીય જનતા પાર્ટીને 34 બેઠક, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસને 3 બેઠક, ઓલ ઈન્ડિયા મજલીસ-એ-એતીહાદુલ મુસ્લિમીન પાર્ટીને 1 બેઠક અને અપક્ષને ૪ બેઠક મળી છે.

જિલ્લા પંચાયત:

જિલ્લા પંચાયતની ખાલી પડેલી 8 બેઠકો પૈકી ભારતીય જનતા પાર્ટીને 5 બેઠકો, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસને 3 બેઠકો મળી છે.

Related Articles

Back to top button