મહારાષ્ટ્રના ખુન કેશના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી મુંદરા પોલીસ
મુંદરા. કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસીંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે સુચના કરેલ હોય જે અંગે નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓની માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.આર.બારોટની સુચના મુજબ મુંદરા પોલીસ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા . આજરોજ પો.હેડ . કોંન્સ મહિપતસિંહ.વી . વાઘેલા તથા પો.હેડ . કોંન્સ મહાવીરસિંહ.ડી.જાડેજા નાઓને સયુંકત રીતે સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકિકત મળેલ કે પત્રી ગામમાં મહારાષ્ટ્ર રાજયના નાસીક ગ્રામ્ય જીલ્લાના જયખેડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૫૫૦/૨૧ આઈ . પી . સી . કલમ ૩૦૨.૩૯૬.૧૨૦ બી મુજબના ગુહા કામેના આરોપી હાલે પત્રી ગામની સીમમાં મોજુદ છે . જેથી તરત જ વર્ક આઉટ કરી હકીકત વાળી જગ્યા એ જઈ આરોપીઓ મળી આવતા તેઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાઇ ગયેલ આરોપીનુ નામ – સરનામું
( ૧ ) સુરેશ બાપુ કાપડનીસ ઉ.વ. ૨૨ રહે . ગામ – કોટબેલ તા – સટાણા જી . નાસીક મહારાષ્ટ
( ૨ ) સંદીપ ગોમાં માળી ઉ.વ -૨૨ રહે- ગામ – કોટબેલ તા – સટાણા જી.નાસીક મહારાષ્ટ > આ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ :
આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેકટર શ્રી એમ.આર.બારોટ સાહેબની સુચનાથી પોલીસ સ્ટાફના પો.હેડ.કોન્સ . મહાવીરસિંહ ડી જાડેજા તથા પો . હેડ.કોન્સ . મહિપતસિંહ વી વાઘેલા તથા પો.કોન્સ દર્શનભાઇ રઘુભાઇ તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ રાણાજી ગોહિલનાઓ જોડાયા હતા .