गुजरात

સમગ્ર ગાંધીધામમાં લેન્ડગ્રેબીગ એકટ તળે નોંધાયેલ પ્રથમ ફરીયાદમાં બે આરોપીઓને આગોતરા જામીન ઉપર મુકત કરતી ભુજની સ્પેશિયલ એડીશનલ સેસન્સ કોર્ટ

ગાંધીધામ. કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

આ કેસની હકિકત એવી છે કે ગાંધીધામના ગળપાદર ગામે કલેકટર સાહેબ ભુજનાએ તારીખ ૧૬/૦૮/૯૪ વાળા હુકમથી ગળપાદર ખાતે આવેલ જમીન બી.એસ.એફ ના જવાનોને રહેણાંક હેતુ માટે ફાળવેલ હતી . તે જમીન બી.એસ.એફ દ્વારા પોતાના રિટાયર્ડ દસ જવાનોને ફાળવેલ હતી જે પૈકી પ્લોટ નં ૩ વાળો રિટાયર્ડ જનરલ શ્રી પુરનસિંગ ચંચલસિંગ રંધાવાને ફાળવામાં આવેલ હતો . શ્રી પુરનસિંગ ચંચલસિંગ રંધાવાને ફાળવામાં આવેલ પ્લોટ નં ૩ વાળા ઉપર અને તેની આજુબાજુના રસ્તા ઉપર દેસરા વેલા રબારી તથા અન્ય પાંચ જણા દ્વારા દબાણ કરી રબારી સમાજની વાડી બાંધી લિધેલ જે અનુસંધાને ફરિયાદી શ્રી પુરનસિંગ ચંચલસિંગ રંધાવાએ લેન્ડ ગ્રેબિંગ એકટ તળે કાર્યવાહી કરતા ગાંધીધામ A. ડીવી. પો.સ્ટ માં દેસરા વેલા રબારી તથા અન્ય પાંચ જણા વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ગુન્હો નોંધાયેલ જે અંગેની તપાસ ડિ.વાય.એસ.પી શ્રી અંજાર દ્વારા આગળ ધપાવામા આવેલ . આ દરમ્યાન આરોપીઓ પૈકી દેસરા વેલા રબારી તથા જગદીશ ગઢવીએ કોઈપણ રીતે દબાણ કરેલ ન હોઈ બને આરોપીઓએ પોતાના વકિલશ્રી ભાવિન જોષી દ્વારા ભુજની સ્પે.એડીશનલ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ અને સદરહુ આગોતરા જામીન અરજી દરમ્યાન વિવાદીત જમીન અંગે માપણીની માંગણી કરી લેન્ડ ગ્રેબિંગ ના કાયદા મુજબ છણાવટ ભરી દલીલો કરી સદરહુ વિવાદીત જમીન ઉપર દેસરા દ્વારા કોઈ ગેરકાયદેસર દબાણ નથી અને સદરહુ જગ્યા ઉપર બંધાયેલ રબારી સમાજવાડી પણ દબાણમાં નહી હોવાનું જણાવી ધારદાર દલીલો કરી હતી જે દલીલો માન્ય રાખી ભુજની સ્પે.એડીશનલ કોર્ટે બને આરોપીઓની આગોતરા મંજુર કરતો હુકમ કરેલ છે . આમ ગળપાદર ગામની રબારી સમાજવાડી અંગે ઉભા થયેલ વિવાદનો લાંબી કાનુની લડત બાદ સુખદ અંત આવેલ છે .

આ કેસમાં આરોપી તરફે ગાંધીધામનાં વકીલશ્રી ભાવિન જે.જોષી રોકાયેલ હતા .

Related Articles

Back to top button