અમદાવાદઃ નિકોલમાં ચાલુ જીપના બેનેટ ઉપર ચડીને યુવકનો સ્ટંટ, વીડિયો થયો વાયરલ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમય થી જન્મ દિવસની અલગ અલગ રીતે ઉજવણી કરીને વીડિયો વાયરલ કરવાનો જાણે કે એક ટ્રેન્ડ શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે. ક્યારેક તલવાર વડે કેક કાપી ને કે ક્યારેક ફાયરિંગ કરીને ઉજવણીના અનેક વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. જોકે, તાજેતરમાં ગયેલા 15 ઓગસ્ટ એટલે કે સ્વાતંત્રતા દિવસે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક યુવકનો જીપના બોનેટ ઉપર ઊભાર રહીને સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. આ વીડિયોમાં જીપ ઉપર ભારતનો ધ્વજ પણ લહેરાતો જોવા મળી રહ્યો છે. જો કે વીડિયો વાયરલ થયા બાદ પોલીસ (video) સફાળી જાગી ઊઠે છે. અને કામગીરી કરે છે. પોલીસ વીડિયોની ખરાઈ કર્યા બાદ આરોપીની ઓળખ કરવાની અને તેને દબોચી લેવાની કાર્યવાહી હાથધરી હતી.
ગઇકાલે સોશિયલ મીડિયા પર એક જીપ કારમાં સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો હતો. જો કે આ વીડિયો નિકોલ વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે. નિકોલ માં આવેલ દેવસ્ય સ્કૂલ રોડ પર નો આ વીડિયો હોવાનુ માનવામાં આવી રહ્યું છે. જો કે વીડિયો બનાવનાર શખ્સે કાયદાની એસીતેસી કરી નાખી હોય તે રીતે વીડિયો બનાવ્યો છે.
વાયરલ થયેલ આ વીડિયોમાં એક શખ્સ કાર ચલાવીને કારની ઉપર અચાનક જ ઉભો રહીને સ્ટંટ કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જો કે બીજી તરફ જે જગ્યા એ આ વીડિયો બનાવવા માં આવ્યો છે ત્યાંના સ્થાનિક રહીશોનું કહેવું છે કે આ રોડ આરસીસીનો હોવાથી અને બંપના હોવાથી અનેક લોકો અહીં સ્ટંટ કરતા હોય છે. જોકે હવે આ વીડિયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ઉલ્લેખનયી છે કે થોડા મહિના પહેલા અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવમાં આવેલી પામ હોટલ પાસે રાત્રે એક રીક્ષા ચાલકે રીક્ષામાં સ્ટંટ કર્યા હતા. રીંગ રોડ ઉપર સ્ટંટ કરતા જોઈ લોકોના ટોળા એકઠાં થયા હતા. ટોળામાં હજાર લોકોએ આ સ્ટંટનો વીડિયો બનાવ્યો હતો. અને ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો.
જોત જોતામાં આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાય છે એમ એક રીક્ષા ચાલક રોડ ઉપર પોતાની રીક્ષાને એક બાજુથી ઉંચી કરીને બે પૈડા ઉપર ચલાવે છે. અને આમ આવા સ્ટંટના બે રાઉન્ડ લગાવે છે.