રાજ્યના 36 શહેરોમાં મીની Lockdown બાદ ખુલી બજારો, સલૂન-બ્યૂટી પાર્લરમાં ભારે ઘસારો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસોની સ્થિતિ વકરી જતા લગભગ 40 દિવસ પહેલાં સરકારે આકરા નિર્ણયો લેતા દિવસે વેપારધંધાને નિયંત્રીત કરી અને ભીડને કાબૂમાં રાખવાનો વ્યૂહ ઘડ્યો હતો. જોકે, આ વ્યૂહ કારગર નિવડતો લાગ્યો. આખરે 40 દિવસો પછી કોરોનાના કેસ પણ સતત ઘટી રહ્યા છે અને સરકારે નિયંત્રણમાં મૂકેલા 36 શહેરોની બજારોને આંશિક પરવાનગી સાથે આજથી બજારો ખોલવાની છૂટ આપવામાં આવી છે. આજથી રાજ્યના 36 શહેરોમાં મોલ-મલ્ટીપ્લેક્સ સિવાયની બજારો ખુલી છે. ખુલતી બજારો રોનક જોવા મળી રહી છ અને વેપારીઓ ખુશ છે.
કોરોના વાયરસના સંક્રમણના કારણે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલા મિની લોકડાઉનમાં સરકારે રાહત આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આડથી આંશિક લોકડાઉન અમલી બનશે. જેમાં વેપારીઓ સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખોલી શકશે. આ નિર્ણય 27 મે સુધી અમલી રહેશે. જોકે 36 શહેરોમાં રાત્રી કર્ફ્ય થથાવત્ રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીપાવાવમાં આ જાહેરાત કરી હતી.