गुजरात

ગેરકાયદેસર રીતે ચરસના જથ્થા સાથે ત્રણ આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. , પશ્ચિમ કચ્છ – ભુજ પોલીસ

ભુજ કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ

ગેરકાયદેસર રીતે ચરસના જથ્થા સાથે ત્રણ આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. , પશ્ચિમ કચ્છ – ભુજ શ્રી જે.આર.મોથાલીયા સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી , સરહદી રેન્જ , ભુજ તથા શ્રી સૌરભ સિંઘ સાહેબ પોલીસ અધિક્ષકશ્રી , પશ્ચિમ કચ્છ – ભુજનાઓએ પશ્ચિમ કચ્છ – જીલ્લામાં કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટે સુચના કરેલ જે અન્વયે માદક પદાર્થનાં કેસો કરવા એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ ભુજનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.આર.ઝાલા સાહેબએ કેસો શોધવા સુચના કરેલ અને તે દરમ્યાન એસ.ઓ.જી. ભુજનાં પો.હે.કો. સાજીભાઇ રબારી તથા પો.કોન્સ . જોરાવરસિંહ જાડેજા નાઓને સંયુકત રીતે ખાનગી રાહે મળેલ સચોટ બાતમી હકીકત મળેલ જે અન્વયે કાયદેસર કાર્યવાહી કરવા માટે તુરંત વર્ક આઉટ કરી ટીમ સાથે રેઇડ કરતાં મજકુર ઇસમો ( ૧ ) પચાણ નાથા કોલી રહે . તૈયારી , તા.અબડાસા – કચ્છ ( ૨ ) અભરામ બાવલા કોલી , રહે . કોસા , તા.અબડાસા – કચ્છ ( ૩ ) થારૂ ખમુ કોલી , રહે . સુથરી , તા.અબડાસા – કચ્છ વાળાઓના કબજા માંથી માદક પદાર્થ ચરસનો જથ્થો ૧૦ કિલો ૮૫૦ ગ્રામ મળી આવેલ જેની કિ.રૂ. ૨૫,૨૭,૫૦૦ / – તેમજ અન્ય મુદ્દામાલ એક મો.સા. કી.રૂા . ૨૦,૦૦૦ / – મોબાઇલ ફોન નંગ- ૦૩ કી.રૂા . ૩,૦૦૦ તથા રોડક રૂ .૩૦૦ એમ કુલ ૨૫,૫૦,૮૦૦ / – ( પચીસ લાખ પચાસ હજાર આઠસો ) ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ કોઠારા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . આ કામગીરીમાં નલીયા સર્કલ પોલીસ ઇન્સ્પેકટરશ્રી વાય.એન. લેઉવા , તથા એસ.ઓ.જી. ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.આર.ઝાલા સા . તથા એસ.ઓ.જી. નાં એ.એસ.આઇ. વાછીયાભાઇ ગઢવી , ઘનશ્યામસિંહ જાડેજા તથા પો.હે.કો. મદનસિંહ જાડેજા , સાજીભાઇ રબારી , નરેન્દ્રસિંહ ઝાલા , અશ્વિનભાઇ સોલંકી , રજાકભાઇ સોતા તથા પો.કોન્સ . જોરાવરસિંહ જાડેજા , મહિલા પો.કોન્સ . સીમાબેન ચૌધરી તથા ડ્રા.પો.હે.કોન્સ . ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા ડ્રા . પો.કોન્સ . મહિપતસિંહ સોલંકી જોડાયેલ હતા .

Related Articles

Back to top button