દહેગામ અતુલ સોસાયટીના રહીશો ગંધગી થી ત્રાસી નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરશે
શાકભાજીની લારીવાળા ના દબાણ અને ગંધગી લોકો ત્રાહિમામ થયી ગયા છે
દહેગામ
જયદેવભાઇ બારોટ
દહેગામ અતુલ સોસાયટીના રહીશોની ફરિયાદ છે કે દહેગામ સુવિધા પથ ઉપર શાકભાજી વાળાઓએ કરેલા દબાણ થી લોકો ત્રાહિમામ થયી ગયા છે આ સુવિધા પથ લોકો ને આવવા જવા માટે બનાવેલો માર્ગ છે
દહેગામ નગરપાલિકા દ્વારા શાકભાજી વાળા પાસેથી એક લારી ના રૂપિયા. 20 લેવામાં આવે છે આ બાબતે પોલીસ પણ કશું કરી શકતી નથી કારણકે નગરપાલિકાની પાવતી બતાવવામાં આવે છે પોલીસ કર્મી પાવતી જોઈ પરત થઈ જાય છે આ શાકભાજીવાળા વેપારી દ્વારા ખરાબ થઈ ગયેલું શાક તેમજ અન્ય કચરો અતુલ સોસાયટીના વરંડા ની ચારે બાજુ છુટો ફેંકવામાં આવે છે અને સુવિધા પથ નો અ સુવિધા પથ થયો છે સુલભ શોચાલય ની બાજુમાં કચરાના ઢગ થયા છે કોઈ જોતું નથી વેપારીઓ ચાની લારીવાળા દરેક માણસો છુટો કચરો ફેંકે છે ક્યાં ગયું મોદી સાહેબનું સ્વચ્છતા અભિયાન સોસાયટીના ગેટ આગળ ગેરકાયદેસર પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે સોસાયટીના બહાર નીકળવું હોય તો મુશ્કેલી નો સામનો વેઠવો પડે છે શાકમાર્કેટમાં સવારે આઠ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી દહેગામ નગર ના ગ્રાહકો અને તાલુકાના ગામડા વાળા શાક લેવા આવે છે જેથી ખૂબ ભીડ થય રહી છે લોકો ને એકબીજાને અથડાઈને જવું પડે છે
શાકની લારી વાળા માસ્ક નો ઉપયોગ કરતા નથી જેથી કોરાના વાયરસ નો ઉપદ્રવ અહીંથી થાય તો નવાઈ નહિ આ બાબતે નિકાલ નહીં આવે તો અતુલ સોસાયટીના મંત્રી જીતુભાઈ શાહ તેમજ સોસાયટીના રહીશો નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરશે.. આ બાબતે જીતુભાઈ શાહ એ પોલીસ સ્ટેશન અને નગરપાલિકામાં લખાણ આપેલું છે. હવે જો આ બાબતનો નિકાલ નહી આવે તો એસ.ટી. સ્ટેન્ડ ની બાજુ માં બાબાસાહેબ ચોકમાં અમદાવાદ હાઈવે રોડ ઉપર ગાંધી ચિંધ્યા માર્ગે રોડ વચ્ચે આંદોલન કરાશે