કોંગ્રેસની સોશિયલ વોર , “અલ્યા_હવે_તો_સુધરો ” હેશટેક સાથે ટ્રેન્ડ ટ્વિટર પર છવાયેલો રહ્યો

અમદાવાદઃ છેલ્લા 25 ઉપરાંત વર્ષોથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ છે, મહાનગર પાલિકા હોયકે નગરપાલિકા રસ્તાઓ પર મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય વ્યાપેલું હોય છે, કેટલીયે જગ્યાએ તો એવું લાગે છે કે રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તો. ઉલ્લેખનીય છે કે આ મહિનામાં ગુજરાતની મહાનગર પાલિકાઓ, પાલિકાઓ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની ચૂંટણી થવા જઈ રહી છે. જેની તારીખો જાહેર પણ થઈ ગઈ છે.
મહાનગર પાલિકામાં વેરોતો જનતા ભરેજ છે અને ના ભરેતો નોટિસો મળે કે પછી ઢોલ નગારાં વગાડી જનતાનું અપમાન કરવામાં ભાજપનું શાશન કોઈ કસર છોડતું નથી પણ પીવાના પાણી માટે જનતા વલખા મારે છે અથવા તો દુગંધવાળું, કે ગંદકી મિશ્રિત પાણી ઘરે આવે છે ને સાથો સાથ મહાનગર પાલિકાના પાપના કારણેજ નતા ને બીમારીઓની ભેટ મળે છે એ વધારામાં.
ગુજરાતમાં મહિલાઓ મોંઘવારીથી ત્રસ્ત છે, યુવાનો બેરોજગારી થી ત્રસ્ત છે, ત્રણ કાળા કાયદા ઓ ને લઈને ખેડૂતો ત્રસ્ત છે, ગુજરાતની જનતા અહંકારી અને ભ્રષ્ટાચારી શાસનથી કંટાળી ગઈ છે, કોરોના મહામારીમાં ગુજરાતની જનતા સરકાર તરફથી રાહતની રાહ જોઈને બેઠી હતી પણ ગુજરાતની ભાજપ સરકારે અવનવા તઘલગી નિર્ણય લઈ જનતાના જીવ જોખમમાં મૂક્યા અને કરોડો રૂપિયાના દંડ ઉઘરાવ્યા.