રાજકોટ : 10 વર્ષથી ઓરડીમાં ‘કેદ’ હતા વેલ એજ્યુકેટેડ ભાઈઓ-બહેન, અધોરી જેવી થઈ ગઈ હતી જટાઓ

રાજકોટ : રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગ્રેજ્યુટ થયેલા ત્રણ ભાઈઓ બહેનો 10 વર્ષથી ઘરમાં પુરાયેલા હતા. જેમની અધોરી જેવી થઈ ગઈ હતી જટાઓ. ત્યારે સામાજીક સંસ્થા ને જાણ થતાં ત્રણેય ભાઈઓ બહેનો ઘરમાંથી 10 વર્ષે બહાર લાવી તેમને નવડાવી, વાળ દાઢી કરી નવા કપડાં પહેરાવી નવું જીવન આપવાનો પ્રયાસ કર્યો છે.
રવિવારના રોજ રાજકોટ શહેરના પોર્સ સમાન ગણાતા એરિયા એવા કિસાનપરા માં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જે ઘટનામાં મહેતા પરિવાર ના હાઇલી એજ્યુકેટેડ ત્રણ સંતાનો પોતાના જ ઘરમાં છેલ્લા દસ વર્ષથી પુરાઈને રહેતા હતા ત્યારે સમગ્ર મામલાની જાણ નીતાબેન પ્રજાપતિ નામના મહિલાને થતાં તેણે રાજકોટ શહેરમાં કાર્ય કરતી સાથી સામાજિક સંસ્થા ને કરી હતી. ત્યારે સાથી સામાજીક સંસ્થાના આગેવાનો તેમજ સ્વયંસેવકો એ ઘરનું બારણું તોડી ત્રણેય ભાઈ બહેન સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો.