गुजरात

સુરત: PSI અમિતા જોશી આપઘાત કેસમાં પતિ, સાસુ-સસરા અને બે નણંદની ધરપકડ

સુરત: થોડા દિવસો પહેલા સુરતમાં એક મહિલા પીએસઆઈ એ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. આ કેસમાં પીએસઆઈના પિતાએ દીકરીના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ આપી હતી. આ મામલે પોલીસે પીએસઆઈ અમિતા જોશીના પતિ વૈભવ, સાસુ હર્ષા, સસરા જીતેશ, નણંદ મનિષા અને અંકિતાની ધરપકડ કરી છે. તમામ લોકોની ગારીયાધર અને ભાવનગરમાંથી ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદ દાખલ થયા બાદ તમામ લોકો ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે કાર્યવાહી કરતા તમામની ધરપકડ કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે PSI અમિતા જોશી ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમને આત્મહત્યા માટે મજબૂર કરનાર તેના પતિ સહિતના સાસરિયાઓની હવે ધરપકડ કરી લેવામાં આવી છે. પીએસઆઈએ ફાલસાવાડી પોલીસ લાઈનમાં પોતાના નિવાસસ્થાન ખાતે રિવોલ્વરમાંથી જાતે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. જે બાદમાં અમિતા જોશીના પિતાએ ફરિયાદ આપી હતી કે તેની દીકરીનો કોન્સ્ટેબલ પતિ વૈભવ અને સાસુ-સસરા તેમજ નણંદો મિલકત અને પગાર માટે અમિતાને ત્રાસ આપતા હતા.

Related Articles

Back to top button