અમદાવાદઃ કોલેજોમાં એડમિશન ફૂલના પાટિયા! યુનિવર્સિટીમાં રજૂઆત કરવા ગયેલા ABVPના નેતાઓએ ઉપકુલપતિને ધક્કે ચડાવ્યા
અમદાવાદ: એક તરફ કોરોના કાળમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે તેવામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓને આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે કોલેજોએ એડમિશન ફુલના પાટીયા લગાવી દેતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. એક મહિનાથી ધક્કા ખાઈ રહેલા વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા ABVP અને NSUIના વિદ્યાર્થી નેતાઓ યુનિવર્સિટીમાં રજૂઆત માટે પહોંચ્યા હતા. જ્યાં ABVPના નેતાઓએ પ્રો. વાઇસ ચાન્સેલરને (Pro. Vice Chancellor) ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને એક તબક્કે તેમને ધક્કે ચઢાવ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ગત ઓગસ્ટ મહિનાથી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અને એક પછી એક રાઉન્ડના અંતે ધોરણ 12 આર્ટસ ફેકલ્ટીમાં પ્રવેશ માટે 200થી વધી વિદ્યાર્થીઓ ને છઠ્ઠા રાઉન્ડ આશ્રમ રોડ પરની એસ આર મહેતા કોલેજમાં યુનિવર્સિટીએ પ્રવેશ ફાળવ્યો હતો.
પરંતુ પ્રવેશ લેવા ગયેલા વિદ્યાર્થીઓને એડમીશન ફૂલ હોવાનું જણાવી બહારનો રસ્તો બતાવી દીધો હતો જેને લઈ વિદ્યાર્થીઓ એક મહિનાથી વિદ્યાર્થીઓ પરેશાન થતા હતા. આ ABVP ને NSUIના વિદ્યાર્થી નેતાઓ રજુઆત માટે યુનિવર્સિટી પહોંચ્યા હતા. જેમાં ABVP દ્વારા પ્રો. વાઇસ ચાન્સેલર જગદીશ ભાવસાર ને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.