गुजरात

દાહોદના કુખ્યાત હત્યારા દિલીપનું એન્કાઉન્ટર, રતલામ પોલીસ સાથેના ઘર્ષણમાં ખેલ ‘ખલાસ’

દાહોદ : દાહોદનો કુખ્યાત હત્યારો દિલીપ દેવળ રતલામમાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મોતને ભેટ્યો છે. દિલીપ દેવળ દાહોદ જેલમાંથી બે વર્ષ અગાઉ પેરોલ પર છૂટ્યો હતો અને ત્યારબાદ પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો. દરમિયાન દિલીપે મધ્યપ્રદેશમાં પણ ખૂની ખેલ ખેલતા પોલીસ તેને શોધી રહી હતી. 25મી નવેમ્બરે મધ્યપ્રદેશમાં દિલીપ દેવળે ટ્રિપલ મર્ડર વીથ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારબાદ પોલીસે તેને શોધવા માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશનની ટીમ બનાવી હતી.

ગત રાત્રે પોલીસને દિલીપ સંતાયો હોવાની બાતમી મળતા દિલીપને પકડવા માટે રતલામ પોલીસનો કાફલો રવાના થયો હતો. દરમિયાન રતલામના ખચરોદ નજીક દિલીપને પકડવા જતા પોલીસના જવાનો અને દિલીપ વચ્ચે ફાયરિંગ થયુ હતું. આ ફાયરિંગમાં રતલામ પોલીસના પાંચ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે જેમાં બે પીએસઆઈ અને ત્રણ જવાનો છે.

Related Articles

Back to top button