गुजरात

અમદાવાદીઓને મળશે ટ્રાફિકમાંથી મુક્તિ, શહેરમાં બે ફ્લાયઓવરનું આજે લોકાર્પણ

ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી અમદાવાદમાં નિર્માણ પામેલા રૂ. 71 કરોડના બે ફ્લાય ઓવરનું 30મી નવેમ્બર સોમવારે સવારે 10.30 કલાકે ઇ-લોકાર્પણ કરાશે. આ ઇ લોકાર્પણ ગૃહમંત્રી અમિત શાહ કરશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ આ અવસરે ઉપસ્થિત રહેશે. તેમની સાથે આ પ્રસંગે મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ , ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, સાસંદ સભ્યો, ધારાસભ્યઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

એક ફ્લાય ઓવર 35 તો અન્ય 36 કરોડનાં ખર્ચે તૈયાર

નેશનલ હાઇવે 147 પર સરખેજ – ગાંધીનગર – ચિલોડાના કુલ 44 કિ.મી.ના માર્ગને 4 લેનમાંથી 6 લેનમા રૂપાંતરિત કરવાના તથા આ માર્ગ પર આવતા ચાર રસ્તાઓ પર અગિયાર જેટલા ફ્લાય ઓવર બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

Related Articles

Back to top button