गुजरात

ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં થશે ઠંડીમાં વધારો

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. રાજકોટ, સુરત, વડોદરામાં ઠંડીનો પારો વધુ ગગડી શકે છે. આ સાથે ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી અને હિમવર્ષા વચ્ચે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કેરળમાં ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. તો તામિલનાડુ, કેરળ સહિતના રાજ્યોમાં લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.8 ડિગ્રી વધી 32.8 ડિગ્રી, લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 2.2 ડિગ્રી અને શનિવાર કરતાં 2 ડિગ્રી વધીને 16.7 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. જ્યારે આગામી ત્રણ દિવસમાં ઠંડી વધવાની શક્યતાઓ છે. (પ્રતિકાત્મક તસવીર)

Related Articles

Back to top button