गुजरात

ગુજરાતમાં ચાર દિવસમાં જોવા મળશે ઠંડીનો જોરદાર ચમકારો, જાણો કેટલા ડીગ્રી તાપમાન ઓછું થઈ જશે ?

અમદાવાદઃ દિવાળી નજીક આવવાની સાથે જ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લાં બે દિવસથી રાજ્યમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોનું જોર વધ્યું છે. જેને કારણે રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો છે.

આગામી ચાર દિવસો દરમિયાન ઠંડા પવનનું જોર યથાવત રહેતાં મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો 2 ડિગ્રીની આસપાસ ગગડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 0.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 0.7 ડિગ્રી ગગડીને 17.0 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે દિવસ દરમિયાન લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. સાંજ પડતાં ઠંડીનો ચમકારો વધ્યો હતો.

Related Articles

Back to top button
preload imagepreload image