આમોદ ડિ.જી.વી.સી.એલ ની ગંભીર બેદરકારીના કારણે આઠ વર્ષની બાળકીને કરંટ લાગતાં બેભાન
Anil makwana
આમોદ
રિપોર્ટર – જાવીદ મલેક.
આમોદ ડિ.જી.વી.સી.એલ ની ગંભીર બેદરકારીના કારણે આઠ વર્ષની બાળકીને કરંટ લાગતાં બેભાન હાલતમાં. કેટલાક લોખંડના પોલની જાણકારી અમોદ ડી.જી.વી.સી.એલ ના સાહેબ અંકિત પટેલ ને ટેલિફોનિક અને મૌખિક પત્રકાર દ્વારા કરવામાં આવી હતી તે છતાંય સાહેબ ના પેટનું પાણી જરાય હલતું નથી. મળતી માહિતી મુજબ આમોદ મેઇન બજારમાં ફકીર પુરા વિસ્તારમાં રહેતા નવીનભાઈ ની આઠ વર્ષની પુત્રીને ડીજીવીસીએલ નો અર્થિંગ વાયર પકડતા બાળકી વાયર સાથે ચોંટી જતા ફળિયાના સ્થાનિક લોકો દ્વારા ચપ્પલ મારી વાયરથી દૂર કરવામાં આવી. આમ તો આમોદ ડીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર અંકિત પટેલ ના અગાઉ પર અનપઢ વહીવટના કારણે ગાયો તથા ભેંસોને કરંટ લાગતા મરણ થયેલ હતું તથા કેટલાય ગામોમાં તેઓ ની કામગીરીથી રોષે ભરાયેલ ગામજનો દ્વારા ઘેરાવો કરેલ. તથા વારંવાર આમોદ નગર માં પણ વીજળી ડૂલ થતા આમોદ નગરજનો દ્વારા પણ રોસ ઠલવાયો હતો જ્યારે કેટલાય લોકોના ઘરના પંખા ટીવી ફ્રીજ વગેરે પણ ફૂકાઈ જવાના બનાવો બનેલ હતા અને આજરોજ ફકીર પુરા વિસ્તારમાં પોલ પરથી ઉતારેલ અર્થિંગ વાયર ને કોઈપણ પ્રકારનું ઇન્સુલેસ ન કવર ચઢાવેલ ન હોવાથી આઠ વરસની બાળકી અર્થિંગ વાયર સાથે ચોટી જવાનો બનાવ બનેલો હતો આમ વારંવાર બનતા બનાવો ઉપરથી એમ લાગે છે કે ડેપ્યુટી એન્જિનિયર વીજ લાઈન માં અનપઢ હોય કે પછી જેઓના નવા કર્મચારીઓ ને આમોદ તાલુકા ની વીજ લાઈન નો અનુભવ ન હોય એમ જણાય આવે છે વારંવાર વીજ મેન્ટેનન્સ માટે વીજ પુરવઠો બંધ રાખવામાં આવે છે પરંતુ મેન્ટેનન્સ શૂન્ય હોય એમ આવા બનાવોથી ફલિત થાય છે અને વીજ કાપ મૂકીને ડેપ્યુટી એન્જિનિયર ધરે રહીને આરામ કરતા હોય એમ લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે જો આમોદ ડી જી વી સી એલ માં અગાઉ નો સ્ટાફ કે જેને તમામ લાઈનો અનુભવ છે જેઓને આમોદ જી વી સી એલ માં પરત લાવવામાં આવે તો રોજના બનતા બનાવો બંધ થાય એમ નગરમાં ચર્ચાનો વિષય છે.શું આ સમાચાર પ્રકાશિત થતાં આમોદ કેટલાક અધૂરા મુકેલ લોખંડ ના પોલ ને પ્લાસ્ટિક ના પાઈપ ના કવર ચઢાવસે કે કેમ તે જોવાનું રહ્યું…