गुजरात

સી.આર.પાટીલ આવતા સમીકરણો બદલાયા : શું ભાજપ પ્રદેશ યુવા મોરચામાં ધરખમ ફેરફાર થશે?

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યા બાદ સી.આર. પાટીલ મેરેથોન બેઠકો યોજી રહ્યા છે. ગયા અઠવાડિયે કમલમ ખાતે યુવા મોરચા ના પદાધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. આમ તો આ મુલાકાત શુભેચ્છા મુલાકાત હોવાનું કહેવામાં આવી રહ્યું હતું પરંતુ આગામી સમયમાં યુવા મોરચામાં મોટા ફેરફાર થાવની શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. સી.આર.પાટીલે ચાર્જ સાંભળ્યા બાદ સીધા શબ્દોમાં કહી દીધું હતું કે કામ કરો અને સ્થાન મેળવો. આવા નિવેદન બાદ યુવા મોરચો હોય, મહિલા મોરચો હોય કે પ્રદેશના મુખ્ય પદાધિકારીઓ હોય. આ પૈકીના ઘણા નેતાના પેટમાં ચૂક ઉપડી છે. તેમને હવે પોતાની ખુરશી જોખમમાં હોવાનું લાગી રહ્યું છે.

હાર્દિક પટેલે આંદોલન ચાલુ કર્યું હતું તે સમયે પ્રદેશ ભાજપે યુવા પાટીદાર ચહેરા તરીકે ઋત્વીઝ પટેલ ને મેદાને ઉતાર્યા હતા. તેઓ પ્રમુખ બન્યા બાદ કોઈ નક્કર કામગીરી યુવા મોરચાની રહી નથી. રાજ્યમાં બાઈક રેલી કરવી કે ત્રિરંગા રેલી યોજવા સિવાય તેમના નામે કોઈ નક્કર કામગીરી ચોપડા પર ચઢી નથી. આ સિવાય પણ ઘણા એવા નેતા છે જેઓ હાર્દિક પટેલને કૉંગ્રેસે કાર્યકારી અધ્યક્ષ બનાવતા હવે સામાજિક રીતે પોતાની ખુરશી સુરક્ષિત હોવાનું માની રહ્યા હતા.

Related Articles

Back to top button