गुजरात

સુરત: સ્વરૂપવાન પત્નીને છોડીને કિન્નરના પ્રેમમાં પડ્યો પતિ, પત્ની સામે જ બાંધતો હતો સંબંધ

સુરત: શહેરમાં હંમેશા કંઈક અજબ-ગજબ બનાવો સામે આવતા રહે છે. હવે અહીં એક અનોખી પ્રેમ કહાણી  સામે આવી છે. અહીં એક પત્ની એ પોતાના પતિ સામે જ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે સ્વરૂપવાન મહિલાનો પતિ તેણીને છોડીને એક કિન્નર ના પ્રેમમાં પડ્યો છે. એટલું જ નહીં કિન્નર સાથે તે શારીરિક સંબંધ પણ ધરાવે છે. પત્નીએ જ્યારે આ વાતનો વિરોધ કર્યો ત્યારે પતિએ તેણીને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ મામલે કંટાળીને પત્નીએ પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ આપી છે.

ફરિયાદીએ સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલી વસાહતમાં રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવક સાથે પરિવારની મરજીથી લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ પરિવાર આ સ્વરૂપવાન પુત્રવધૂને સારી રીતે રાખતા હતા. મહિલાનો પતિ પણ તેને સારી રીતે રાખતો હતો. જોકે, તે રિક્ષા ચલાવતો હોવાથી કિન્નરોને લઇને શહેરમાં ફરતો હતો. આ દરમિયાન મહિલાના પતિની થોડા સમય પહેલા એક કિન્નર સાથે આંખ મળી ગઈ હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

Related Articles

Back to top button