સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના બેનરો માં બંધારણ ઘડવૈયા ડૉ બાબાસાહેબ આંબેડકરના ફોટા લુપ્ત
જુનાગઢ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વ ની ઉજવણી કરવામાં આવી છે ત્યારે સમગ્ર ભારતમાં ક્યાંક ને ક્યાંક સ્વાતંત્ર્ય વિરોના ના ફોટા વાળા બેનરો લાગેલા જોવા મળે છે ત્યારે જુનાગઢ ખાતે સ્વાતંત્ર્ય પર્વ રાજ્ય મહોત્સવ ના બેનરો માં બંધારણ ના ઘડવૈયા ડૉ બાબાસાહેબ આંબેડકરના ફોટા લુપ્ત જોવા મળી રહ્યા છે જાતિવાદી રાજકારણ અને જાતિવાદી વ્યવસ્થા સ્પષ્ટ દેખાઈ આવે છે કે સ્વાંતત્ર્યવીરોની લડાઈ માં ડો બાબાસાહેબ આંબેડકર નું પણ એટલુજ યોગદાન છે જેટલું બીજા સ્વાંતત્ર્યવીરો નું છે ભારત દેશ સંવિધાન થી ચાલે છે એ જાણવા છત્તાં બંધારણ ના ઘડવૈયા ડૉ બાબાસાહેબ આંબેડકર ના ફોટા વાળા બેનરો બનાવવામાં પણ જાતિવાદી રાજકારણ અને જાતિવાદી વ્યવસ્થા ને તકલીફો થાય છે જ્યારે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ના બેનરો માં બંધારણ ના ઘડવૈયા ડૉ બાબાસાહેબ આંબેડકરના ફોટા ના મૂકવા એ ડો બાબાસાહેબ આંબેડકર નું અપમાન છે હું મિડીયા ના માધ્યમથી તંત્રને જાણ કરવા માંગુ છું કે જેમણે આ બેનરો લગાવ્યા છે તેમણે બંધારણ ના ઘડવૈયા ડો બાબાસાહેબ આંબેડકર નું અપમાન કર્યું છે એટલે તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે