गुजरात

પતંગની દોરીમાં ફસાયેલ પક્ષીને બચાવવા જ્યારે હાઇડ્રોલિક વેન પણ કામ નથી લાગતી ત્યારે આ રીતે થાય છે રેસ્ક્યુ

અમદાવાદ : ઉત્તરાયણનો તહેવાર પતંગ રસિકો માટે ભલે આનંદ અને ઉત્સવનો વિષય હોય. પરંતુ તેમની આ પતંગ ચગાવવાની મજા અબોલ પક્ષીઓ માટે સજા સાબિત થતી હોય છે. આવા અબોલ પક્ષી કેટલીકવાર પતંગની દોરમાં એવી જગ્યાએ ફસાઈ જાય છે જ્યાં ફાયર બ્રિગેડની હાઇડ્રોલિક વેન પણ પહોંચી શકતી નથી તેવી જગ્યાએ પક્ષીઓના રેસ્ક્યુ માટે ડ્રોનનો ઉપયોગ થાય છે. તો કેવી રીતે પક્ષીઓને બચાવવા કારગત સાબિત થાય છે ડ્રોન તે જાણવું પણ જરૂરી છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની રંગેચંગે ઉજવણી થાય છે અને ઉજવણીમાં આકાશમાં મુક્તમને વિહરતા હજારો અબોલ પક્ષીઓ ઘાયલ થાય છે. જોકે રાજ્યસરકારનું વન વિભાગ અને અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પક્ષીઓને બચાવવાના અભિયાનમાં લાગી જાય છે. તેવામાં અમદાવાદના પક્ષી પ્રેમી મનોજભાઈ ભાવસારનું યોગદાન સરાહનીય છે.

મનોજભાઈ છેલ્લા 5 વર્ષથી દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવામાં કાર્યરત છે. મનોજભાઈનું કહેવું છે કે, ખૂબ ઉચી જગ્યા દોરીમાં ફસાયેલા પક્ષીને બચાવવા અમદાવાદ ફાયરબ્રિગેડમાં કોલ આવે છે. અને એ પક્ષીને બચાવવામાં તકલીફ પડે ત્યારે ડ્રોનની જરુર પડે છે.

Related Articles

Back to top button